For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીના આ શહેરમાં થાય છે રાવણની પૂજા, જાણો તેનો ઈતિહાસ

ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક એવી જગ્યા છે જ્યાં દશેરાના દિવસે રાવણની પૂજા કરવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

અધર્મ પર ધર્મની અને અસત્ય પર સત્યની જીતનું પ્રતીક રાવણનું વ્યક્તિત્વ કદાચ એવુ જ છે કે આપણે રાવણને આમ દોષિત માનીએ છીએ અને તેના પૂતળાને તાળીઓના ગડગડાટ વચ્ચે બાળીએ છીએ. પરંતુ શું તમે વિચાર્યુ છે કે રાવણનું આ જ વ્યક્તિત્વ તેની પૂજા પણ કરાવે છે. સમગ્ર દેશમાં વિજયાદશમી પર રાવણના પ્રતીક રૂપે વધ કરીને ભલે તેનું પૂતળુ બાળવામાં આવતુ હોય પરંતુ ઉત્તરપ્રદેશના કાનપુરમાં એક એવી જગ્યા છે જ્યાં દશેરાના દિવસે રાવણની પૂજા કરવામાં આવે છે. આટલુ જ નહિ પૂજા કરવા માટે રાવણનું મંદિર પણ ત્યાં હાજર છે જે માત્ર વર્ષમાં દશેરાના દિવસે જ ખોલવામાં આવે છે.

આ પણ વાંચોઃ સરકારનું 2022 સુધી બધાને પોતાનું ઘર આપવાનું લક્ષ્યઃ શિરડીમાં બોલ્યા પીએમ મોદીઆ પણ વાંચોઃ સરકારનું 2022 સુધી બધાને પોતાનું ઘર આપવાનું લક્ષ્યઃ શિરડીમાં બોલ્યા પીએમ મોદી

dashera

રાવણનું આ મંદિર ઉદ્યોગ નગરી કાનપુરમાં છે. વિજયાદશમીના દિવસે આ મંદિરમાં વિધિ-વિધાન સાથે રાવણનું દૂગ્ધ સ્નાન અને અભિષેક કરીને શ્રૃંગાર કરવામાં આવે છે. ત્યારબાદ પૂજન સાથે રાવણની આરતી કરવામાં આવે છે. બ્રહ્મ બાણ નાભિમાં લાગવા અને રાવણની મૃત્યુ હોવા વચ્ચે કાળચક્રએ જે રચના કરી તેણે રાવણને પૂજવા યોગ્ય બનાવી દીધો. આ તે સમય હતો જ્યારે રામે લક્ષ્મણને કહ્યુ હતુ કે રાવણના પગ તરફ ઉભા રહીને સમ્માનપૂર્વક નીતિ જ્ઞાનનું શિક્ષણ ગ્રહણ કરો. કારણકે ધરાતલ પર ક્યારેય રાવણ જેવો કોઈ જ્ઞાની પેદા થયો છે ના તો થશે. રાવણનું આ જ સ્વરૂપ પૂજનીય છે અને આને જ ધ્યાનમાં રાખીને કાનપુરમાં રાવણની પૂજા કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહે ભાજપ સાથે છેડો ફાડ્યોઆ પણ વાંચોઃ શંકરસિંહ વાઘેલાના દીકરા મહેન્દ્રસિંહે ભાજપ સાથે છેડો ફાડ્યો

સન 1868 માં કાનપુરમાં બનેલા આ મંદિરના નિર્માણ સમયથી લઈને આજ સુધી નિરંતર રાવણમની પૂજા થાય છે. લોકો દર વર્ષે મંદિર ખુલવાની રાહ જુએ છે. મંદિર ખુલવા પર લોકો અહીં પૂજા અર્ચના ખૂબ ધૂમધામથી કરે છે. સમગ્ર વિધિ વિધાન સાથે પૂજા કરી રાવણની આરતી પણ ઉતારવામાં આવે છે. કાનપુરમાં હાડર રાવણનું આ મંદિર વિશે માન્યતા છે કે અહીં મન્નત માંગવાથી લોકોના મનની ઈચ્છા પૂરી થાય છે. લોકો એટલા માટે દશેરાના દિવસે રાવણની વિશેષ પૂજા કરે છે. અહીં દશેરાના દિવસે રાવણનો જન્મદિવસ પણ મનાવવામાં આવે છે. ઘણા ઓછો લોકો જાણતા હશે કે રાવણને જે દિવસે રામના હાથે મોક્ષ મળ્યુ તે દિવસે રાવણ પેદા પણ થયો હતો.

English summary
great king ravana worship in kanpur during dussehera
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X