For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીમાં ગ્રીન કવર એરિયા વધીને થયો 23 ટકા, GTB હૉસ્પિટલમાં વિકસિત થશે હર્બલ ગાર્ડન

કેજરીવાલ સરકાર દિલ્લીના ગ્રીન કવર વિસ્તારને વધારવા માટે દરેક સ્તરે કામ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કેજરીવાલ સરકાર દિલ્લીના ગ્રીન કવર વિસ્તારને વધારવા માટે દરેક સ્તરે કામ કરી રહી છે. દિલ્લીવાસીઓને તેમના ઘરની આસપાસ રોપાઓ વાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે જેથી કરીને પર્યાવરણને વધુ સ્વચ્છ અને આરોગ્યપ્રદ બનાવી શકાય. યમુનાપારની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જીટીબીમાં આ દિશામાં સતત પ્રયાસો ચાલી રહ્યા છે. જીટીબી હોસ્પિટલ (ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ) ખાતે પાંચમી વૃક્ષારોપણની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેનુ ઉદ્ઘાટન સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે કર્યુ હતુ.

saplings

દિલ્લી સરકારના આ તમામ પ્રયાસોને કારણે દિલ્લીનો ગ્રીન કવર વિસ્તાર હવે વધીને 23 ટકાથી વધુ થઈ ગયો છે. સરકાર હોસ્પિટલોમાં હરિયાળી વધારવા પર ભાર આપી રહી છે. GTB હોસ્પિટલ (GTBH) ખાતે રોપા રોપતા સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે કહ્યું કે દિલ્હીનો જંગલ વિસ્તાર સતત વધી રહ્યો છે. સરકારના પ્રયાસોને કારણે હવે જંગલ વિસ્તાર વધીને 23 ટકાથી વધુ થઈ ગયો છે.

જીટીબી હોસ્પિટલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમે વૃક્ષારોપણ કર્યું હતું. મંત્રી ગૌતમે કહ્યું કે મોંઘવારીને કારણે લોકો અત્યારે ઓર્ગેનિક ફળો અને શાકભાજી ખરીદી શકતા નથી. જો દરેક દિલ્લીવાસી પોતાના ઘરની આસપાસ આ રીતે વૃક્ષો અને છોડ વાવે તો આવનારી પેઢીઓને સ્વચ્છ હવાની સાથે જૈવિક ફળો પણ મળશે. હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટરે આવનારી પેઢીઓ માટે પર્યાવરણની જાળવણી માટે વધુને વધુ વૃક્ષો વાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે તેઓ ભવિષ્યમાં જીટીબી હોસ્પિટલ પરિસરમાં હર્બલ ગાર્ડન વિકસાવવાની યોજના ધરાવે છે. ડૉ.ગિરીએ વધુમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવા જ જોઈએ.

યુસીએમએસના પ્રિન્સિપાલે કોલેજમાં તબીબી વિદ્યાર્થીઓ માટે ઔષધીય અને ઝેરી છોડ ધરાવતો વિશેષ પાર્ક વિકસાવવા વિનંતી કરી હતી. સ્થાનિક આરડબ્લ્યુએ, નર્સિંગ યુનિયન અને રોગી કલ્યાણ સમિતિના સભ્યો, વરિષ્ઠ ડોકટરો, અધિકારીઓ અને નર્સોની ભાગીદારીથી વૃક્ષારોપણ અભિયાનને વધુ સફળ બનાવવામાં આવ્યું હતું. સમાજ કલ્યાણ મંત્રીએ કહ્યું કે કેજરીવાલ સરકાર ગ્રીન દિલ્હી બનાવવા અને પ્રદૂષણ ઘટાડવા માટે સતત પ્રયાસો કરી રહી છે. ડીઝલ વાહનો પર પ્રતિબંધ મૂકીને ઇલેક્ટ્રિક વાહનો ચલાવવા. આ સાથે દિલ્હીને ગ્રીન દિલ્હીમાં ફેરવી શકાય તે માટે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

English summary
Green cover area increased to 23 percent in Delhi, herbal garden to be developed at GTB Hospital
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X