For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેલિકોપ્ટર ક્રેશમાંથી એકલૌતા બચ્યા ગ્રુપ કેપ્ટન વરૂણ, આ વર્ષે મળ્યુ હતુ શૌર્ય ચક્ર

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવતને લઈ જતું આર્મીનું હેલિકોપ્ટર બુધવારે બપોરે તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા સહિત 13 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં એકમાત્ર બ

|
Google Oneindia Gujarati News

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવતને લઈ જતું આર્મીનું હેલિકોપ્ટર બુધવારે બપોરે તમિલનાડુના કુન્નૂરમાં ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા સહિત 13 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં એકમાત્ર બચી ગયેલા કેપ્ટન વરુણ સિંહની વેલિંગ્ટનની આર્મી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતમાં તેઓ 80 ટકા સુધી દાઝી ગયા છે.

Captain Varun

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને આ વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. 2020 માં હવાઈ કટોકટી દરમિયાન તેમના LCA તેજસ ફાઇટર એરક્રાફ્ટને બચાવવા બદલ તેમને આ વર્ષના સ્વતંત્રતા દિવસે શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. વાયુસેનાએ જણાવ્યું કે ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ, જેમને ઈજાઓ પહોંચી છે, તેમને વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

CDS બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવતે પાયલટ ગ્રુપ-કેપ્ટન પીએસ ચૌહાણ અને સ્ક્વોડ્રન લીડર કુલદીપ સાથે ઉડાન ભરી હતી. આ દરમિયાન તેમની સાથે બ્રિગેડિયર રેન્કના અધિકારી સહિત 14 લોકો હતા. જનરલ બિપિન રાવત છ વર્ષ પહેલા હેલિકોપ્ટર દુર્ઘટનામાં પણ બચી ગયા હતા. રાવત 3 ફેબ્રુઆરી, 2015 ના રોજ નાગાલેન્ડના દીમાપુરમાં ક્રેશ થયેલા ચિતા હેલિકોપ્ટરમાં સવાર હતા. તે સમયે તેઓ લેફ્ટનન્ટ જનરલ હતા.

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત આજે ડિફેન્સ સર્વિસ સ્ટાફ કૉલેજ, વેલિંગ્ટન (નીલગિરી હિલ્સ)ની મુલાકાતે સ્ટાફ કોર્સના અધ્યાપકો અને વિદ્યાર્થી અધિકારીઓને સંબોધિત કરવા માટે હતા, એમ એરફોર્સે જણાવ્યું હતું. ઘટના બાદ પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ શોક વ્યક્ત કર્યો છે.

English summary
Group Captain Varun, the only survivor of a helicopter crash, was awarded the Chakra of Heroism this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X