GST : ઓનલાઈન ગેમ પર 28 ટકા GST લાગુ, સિનેમા હોલની ખાવા-પિવાની વસ્તુઓ પર ઘટીને 5 ટકા
દિલ્હી ખાતે જીએસટી કાઉન્સિલની 50મીં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. વિજ્ઞાન ભવનમાં યોજાયેલી બેઠકમાં ઘણી વસ્તુઓના જીએસટી સ્લેબમાં મોટા ફેરફાર કરાયા છે.
જીએસટી કાઉન્સિલમાં લેવાયેલા કેટલાક મહત્વના નિર્ણયોની વાત કરીએ તો ઓનલાઈન ગેમ પર હવે 28 જીએસટી લાગુ થશે. આ સિવાય સિનેમા હોલમાં મળતી ફુડ આઈટમો પરનો જીએસ ટી સ્લેબ ઘટાડીને 18 ટકામાંથી 5 ટકા કરાયો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કાઉન્સિલે GST ટ્રિબ્યુનલની રચનાને મંજૂરી આપી દીધી છે. GST ટ્રિબ્યુનલની રચનાથી કરદાતાઓને મોટી રાહત મળશે. આ ટ્રિબ્યુનલની રચના બાદ GST સંબંધિત વિવાદોનું સરળતાથી સમાધાન થશે. મહેસૂલ સચિવ અનુસાર, ચારથી છ મહિનામાં આ ટ્રિબ્યુનલ કામ શરૂ કરી દેશે.
બેઠકમાં લેવાયેલા અન્ય મોટા નિર્ણયોની વાત કરીએ તો, હવે આયાતી કેન્સરની દવા પર IGST નહીં લાગે. GST કાઉન્સિલની આ બેઠક પહેલા જ અટકળો લાગી રહી હતી કે સરકાર કેન્સરની દવા Dinutuximabની સસ્તી કરી શકે છે. હાલ આ દવા પર 12 ટકા IGST વસૂલવામાં આવે છે. હવે તેને શુન્ય કરાયુ છે. આ દવાના એક ડોઝની કિંમત 63 લાખ રૂપિયા છે.
બીજી તરફ ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનોની સંપૂર્ણ કિંમત પર 28 ટકા GST લાગુ કરાશે. વાહનોના રજીસ્ટ્રેશન પર GSTનો હિસ્સો ગ્રાહક રાજ્યને આપવા આ બાબતે સમજૂતી થઈ છે.
જણાવી દઈએ કે, બેઠકમાં મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાના નેતૃત્વ હેઠળના GoM એ પોતાના રિપોર્ટમાં ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST લગાવવા પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને લીલી ઝંડી આપવામાં આવી છે.
50th GST Council Meeting | GST Council exempts cancer-related drugs, medicines for rare diseases and food products for special medical purposes from GST tax: Union Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/T1DoacbmC3
— ANI (@ANI) July 11, 2023
ઓનલાઈન ગેમિંગ પર 28 ટકા GST મુદ્દે વાત કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આ મુદ્દે વિગતવાર ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે. ચર્ચા દરમિયાન રાજ્ય સાથે તમામ પાસાઓ પર ચર્ચા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમારો ઉદ્દેશ્ય તેમને ખતમ કરવાનો નથી.
બેઠક બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ચાર વસ્તુઓ પર GST ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત રાંધ્યા વગરની વસ્તુઓ પર GST 18 ટકાથી થી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. આ સિવાય ઇમિટેશન, ઝરી દોરા પર ટેક્સ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. ઓટો સેક્ટરને લઈને પણ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સેડાન કાર પર 22 ટકા સેસ નહીં લગાડાય.












Click it and Unblock the Notifications
