• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિલ્મ અભિનેતા મહેશ બાબુના બેંક ખાતા ફ્રીઝ, 18.5 લાખનો ટેક્સ ન ચૂકવતા થઈ કાર્યવાહી

|
Google Oneindia Gujarati News

છેલ્લા કેટલાક સમયથી ટેક્સ સાથે જોડાયેલા કેસોમાં ફસાયેલા દક્ષિણ ભારતીય કલાકાર મહેશ બાબુની મુસીબતો હવે વધી ગઈ છે. ગુરુવારે જીએસટી વિભાગે તેમનું બેંક અકાઉન્ટ ફ્રીઝ કરી દીધુ. વાસ્તવમાં હૈદરાબાદ જીએસટી કમિશ્નર દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રિલીઝ અનુસાર મહેશ બાબુએ વર્ષ 2007-08 દરમિયાન સર્વિસ ટેક્સ ચૂકવ્યો નથી. આ દરમિયાન તે બ્રાંડ એમ્બેસેડર પણ રહ્યા અને તેમણે ઘણી જાહેરાતોમાં પણ કામ કર્યુ.

રિલીઝ અનુસાર તેમણે કુલ 18.5 લાક રૂપિયાનો જરૂરી ટેક્સ ભર્યો નથી. એવામાં જીએસટી વિભાગે ટેક્સ, ઈન્ટરેસ્ટ અને પેનલ્ટી સહિત 73.4 લાખ રૂપિયા વસૂલવા માટે તેમના એક્સિસ અને આઈસીઆઈસીઆઈ બેંક અકાઉન્ટને ફ્રીઝ કરી દીધા છે. જીએસટી વિભાગના વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કરવા પર પણ મહેશ બાબુને કોઈ પ્રકારની રાહત મળી નથી.
વિભાગના અધિકારીઓએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યુ કે અમે મહેશ બાબુના અકાઉન્ટને ફ્રીઝ કરીને પૈસા લેવાનું શરૂ કરી દીધુ છે. અમે અત્યાર સુધી તેમના એક્સિસ બેંક અકાઉન્ટમાંથી 42 લાખ રૂપિયા લઈ લીધા છે જ્યારે આઈસીઆઈસીઆઈમાંથી હજુ પૈસા લેવાના બાકી છે. તેમણે કહ્યુ કે જ્યાં સુધી બધી બાકીની રકમ વસૂલી નહિ લેવાય ત્યાં સુધી મહેશ બાબુ પોતાના ખાતાઓનો ઉપયોગ નહિ કરી શકે.

આ પણ વાંચોઃ ક્રિસમસમાં ઓવરટાઈમ કરી રહેલા ભારતીય મૂળના પોલિસ ઓફિસરની ગોળી મારી હત્યાઆ પણ વાંચોઃ ક્રિસમસમાં ઓવરટાઈમ કરી રહેલા ભારતીય મૂળના પોલિસ ઓફિસરની ગોળી મારી હત્યા

English summary
gst department freezes the bank accounts of mahesh babu as he did not paid the service tax
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X