For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ 13 સપ્ટેમ્બરે યોજાશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 ઓગસ્ટ : આજે ભારતીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજવાના કાર્યક્રમની જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર પેટા ચૂંટણીઓ 13 સપ્ટેમ્બર, 2014ના રોજ યોજાશે.

ગુજરાતમાં લોકસભાની એક બેઠક પર અને વિધાનસભાની 9 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં લોકસભાની વડોદરા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણીઓ ડીસા, મણિનગર, ટંકારા, ખંભાળિયા, માંગરોળ, તળાજા, આણંદ, માતર અને લીમખેડાની બેઠકો પર યોજાવાની છે.

સમગ્ર દેશની વાત કરીએ તો લોકસભાની કુલ ત્રણ બેઠકો, આંધ્રપ્રદેશની મેડક, ગુજરાતની વડોદરા અને ઉત્તર પ્રદેશની મૈનપુરીમાં પેટા ચૂંટણી યોજાશે. જ્યારે વિવિધ રાજ્યોમાં કુલ 33 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.

election

ગુજરાત સિવાય જે રાજ્યોની વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં આંધ્રપ્રદેશની (નંદીગામા - એસસી), આસામની(સિલચર, લખમીપુર, જમુનામુખ), છત્તીસગઢની (અંતાગ્રહ - એસટી), રાજસ્થાન (વીયાર - એસટી, નસીરાબાદ, કોટા સાઉથ), સિક્કિમની (રંગાંગ-યંગાંગ), ત્રિપુરાની (માનુ - એસટી), ઉત્તર પ્રદેશની ( સહારનપુર નગર, બિજનોર, ઠાકુરદ્વારા, નોઇડા, નિધાસન, લખનૌ ઇસ્ટ, હમિરપુર, ચારખારી, સિરાથુ, બલ્હા - એસસી અને રોહનિયા), પશ્ચિમ બંગાળની (બસીરહાટ દક્ષિણ અને ચૌરંગી)નો સમાવેશ થાય છે.

જે ત્રણ લોકસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં આંધ્રની મેડક બેઠક ચંદ્રશેખર રાવે મુખ્યમંત્રી બનતા 26 મેના રોજ છોડી હતી. ગુજરાતની વડોદરા બેઠક નરેન્દ્ર મોદીએ વારાણસીમાં જીત બાદ 29 મેના રોજ છોડી હતી. જ્યારે ઉત્તર પ્રદેશની મેનપુરી બેઠક મુલાયમસિંહ યાદવે આઝમગઢથી જીત બાદ છોડી હતી.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીઓનો તારીખવાર કાર્યક્રમ આ મુજબ છે.

પ્રક્રિયા તારીખ

  1. જાહેરનામુ પ્રસિદ્ધ થશે - 20 ઓગસ્ટ, 2014 (બુધવાર)
  2. ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ - 27 ઓગસ્ટ, 2014 (બુધવાર)
  3. ઉમેદવારીપત્રોની ચકાસણી - 28 ઓગસ્ટ, 2014 (ગુરુવાર)
  4. ઉમેદવારીપત્ર પાછું ખેંચવાની અંતિમ તારીખ - 30 ઓગસ્ટ, 2014 (શનિવાર)
  5. ચૂંટણીની તારીખ - 13 સપ્ટેમ્બર, 2014 (શનિવાર)
  6. મત ગણતરી - 16 સપ્ટેમ્બર, 2014 (મંગળવાર)
  7. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ - 19 સપ્ટેમ્બર, 2014 (શુક્રવાર)
English summary
Gujarat assembly and Lok Sabha bye elections to be held on September 13, 2014 : Election Commission.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X