BJPના નેતાએ કહ્યું, ગુજરાતમાં કોંગ્રેસને મળશે બહુમત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની રાહ જોવાઇ રહી છે, ત્યારે સંજય કાકડેએ ભાજપના જીતવાની શક્યતાઓ જ નકારી દીધી છે. આ અંગે વધુ વાંચો અહીં.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોની રાહ જોવાઇ રહી છે, 4 વિધાનસભા બેઠકોના 6 મતદાન મથકો પર પુનઃમતદાન યોજાયું છે, ત્યારે ભાજપના રાજ્યસભાના સાંસદ સંજય કાકડેએ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. વિવિધ એક્ઝિટ પોલમાં ભાજપને બહુમત મળવાની શક્યતા વ્યક્ત થઇ છે. એમાં સંજય કાકડેએ ભાજપના જીતવાની શક્યતાઓ જ નકારી દીધી છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં બહુમતી તો જવા દો, ભાજપને સરકાર બનાવવા લાયક બેઠકો પણ નહીં મળી રહે. ન્યૂઝ એજન્સિ સાથે વાત કરતાં તેમણે કોંગ્રેસને બહુમત મળવાનો પણ દાવો કર્યો છે.

BJP

સંજય કાકડેએ કહ્યું છે કે, જો ગુજરાતમાં ભાજપ સત્તામાં આવવામાં સફળ થશે તો એની પાછળનું કારણ માત્ર નરેન્દ્ર મોદી હશે. મારી ટીમે ગુજરાતમાં સર્વે કર્યો હતો અને એના પરથી આ તારણ નીકળ્યું છે. મેં ગુજરાતમાં 6 લોકોની ટીમ મોકલી હતી અને તેમણે ગામડાઓમાં ખેડૂતો, ડ્રાઇવરો, મજૂરો સાથે વાતચીત કરી હતી. જેનું અનુમાન છે કે, ભાજપને બહુમત નહીં મળે. રાજ્યમાં ભાજપે સત્તા વિરોધી લહેરનું નુકસાન વેઠવું પડશે. ચૂંટણી પ્રચારના છેલ્લા તબક્કામાં ભાજપના નેતાઓએ પણ વિકાસની વાતો ન કરી. ભાજપના જ નેતાનું ચૂંટણી પરિણામોના એક દિવસ પહેલાં બહાર આવેલું નિવેદન ખરેખર આશ્ચર્યજનક છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X