નોકરી આપો નહીં તો મોદીજી સિંહાસન છોડો : રાહુલ ગાંધી

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી એક તરફ આવી રહી છે. ત્યાં જ ભાજપ અને કોંગ્રેસ એક પછી એક એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. સાથે જ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહારો તેજ થઇ રહ્યા છે. રવિવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના અધિકૃત ટ્વિટર પરથી એક ટ્વિટ કરીને મોદી સરકાર પર આકરો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મોંઘો ગેસ, મોંધુ રાશન આપી તમે ખાલી ખોટા પોલા વચનો આપી રહ્યા છે. દામ બંધ કરો અને રોજગાર આપો નહીં તો તમારું સિંહાસન ખાલી કરો. આમ રાહુલ ગાંધીએ આ ટ્વિટ દ્વારા મોદીના રાજીનામાની વાત કરી છે.

ઉલ્લેખનીય છે કે આજે હિમાચલ પ્રદેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ચૂંટણી પ્રચારમાં કહ્યું હતું કે હવે કોઇ પંજાને ભારતની તિજોરી પર તરાપ નહીં મારવા દઉં. તેના જવાબમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાલી ખોટા વચનો આપે છે. અને જો તેમને દેશની બગડતી અર્થવ્યવસ્થા ના સંભળાતી હોય તો તે ખુરશી છોડીને જઇ શકે છે. નોંધનીય છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી હાલ થોડા સમય પહેલા ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ત્યારે પણ તેમણે ભાજપ પર એક પછી એક તેજ પ્રહારો કર્યા હતા.

English summary
Gujarat Assembly Election 2017 :Ensure jobs or quit throne says Rahul Gandhi
Please Wait while comments are loading...