For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat Election 2022 : શત્રુઘ્ન સિંહાએ કરી ભવિષ્યવાણી, કેજરીવાલના કર્યા વખાણ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઇ શકે છે. આ પહેલા રાજકીય પાર્ટી જોરદાર પ્રચાર કરી રહી છે. ગુજરાત ભાજપનો ગઢ છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પોતાનો ગઢ બચાવવા માટે વલખા મારી રહી છે.

|
Google Oneindia Gujarati News

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત ગમે ત્યારે થઇ શકે છે. આ પહેલા રાજકીય પાર્ટી જોરદાર પ્રચાર કરી રહી છે. ગુજરાત ભાજપનો ગઢ છે. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પોતાનો ગઢ બચાવવા માટે વલખા મારી રહી છે. કારણ કે, દિલ્હી અને પંજાબમાં જીત્યા બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટી મજબુત સ્થિતિમાં છે. આ સાથે કોંગ્રેસ પણ જોરશોરથી પ્રચાર કરી રહી છે. જોકે, ગુજરાતની ચૂંટણી કોણ જીતશે એ તો આવનારો સમય જ બતાવશે. આ વચ્ચે ટીએમસી સાંસદ શત્રુઘ્ન સિંહાએ મોટી આગાહી કરી છે.

Shatrughn Sinha

TMC સાંસદ શત્રુઘ્ન સિંહાએ સોમવારના રોજ​જણાવ્યું હતું કે, AAP ના વડા અરવિંદ કેજરીવાલ 2022 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં "કિંગમેકર બનશે અથવા પોતે રાજા તરીકે ઉભરી આવશે. ભાજપ દરેક વખતે હિંદુત્વ કે રામ મંદિરના મુદ્દે ચૂંટણી જીતી શકશે નહીં.

તેમણે જણાવ્યું હતું કે, કેજરીવાલે નોટો પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની તસવીરોની માંગ કરીને મોટો માસ્ટરસ્ટ્રોક રમ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે જ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નોટો પર લક્ષ્મી અથવા ગણેશનો ફોટો લગાવવાની માંગ કરી હતી.

કેજરીવાલે ભાજપને તેના જ શબ્દોમાં આપ્યો જવાબ

TMC સાંસદ શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે, કેજરીવાલે ભાજપને તેના જ શબ્દોમાં જવાબ આપ્યો છે. કારણ કે, ભાજપ એવું વર્તન કરતું હતું કે, જાણે તેઓ 'રાજકારણમાં હિંદુત્વ શાખા'ના માલિક હોય, પરંતુ હવે કેજરીવાલ તે શાળાના આચાર્ય બની ગયા છે. નોટો પર લક્ષ્મી-ગણેશના ફોટાની માંગ ન તો ભાજપ ગળે ઉતરી શકે છે અને ન તો છોડી શકે છે.

શત્રુઘ્ન સિંહા - 2024ની ચૂંટણીમાં મમતા બેનર્જી ગેમ ચેન્જર બનશે

શત્રુઘ્ન સિંહાએ 2024 ની લોકસભા ચૂંટણીને લઈને પણ નિવેદન આપ્યું હતું. શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે, ટીએમસીના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી 2024ની લોકસભા ચૂંટણીમાં ગેમ ચેન્જર સાબિત થશે. આ સાથે શત્રુઘ્ન સિંહા આશા વ્યક્ત કરી કે, 2024ની લોકસભા ચૂંટણી પહેલા ટીએમસી અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો પણ સુધરશે.

શત્રુઘ્ન સિંહા જણાવ્યું હતું કે, રાજકારણમાં કંઈ પણ કાયમી હોતું નથી. જો આજે કોંગ્રેસ અને ટીએમસી વચ્ચેના સંબંધો સારા નથી તો શું? આવતીકાલે બંને પક્ષોના સંબંધો પણ સુધરી શકે છે.

તેમણે કહ્યું કે, જો તમામ વિપક્ષી પાર્ટીઓ સાથે આવે તો 2024ની લોકસભા ચૂંટણીનો માહોલ સંપૂર્ણપણે બદલાઈ જશે.

વિપક્ષના વડાપ્રધાનના ચહેરા પર કહી આ વાત

શત્રુઘ્ન સિંહાને પૂછવામાં આવ્યું કે, આગામી વડાપ્રધાન કોણ હશે? આ પ્રશ્ન દરેક ચૂંટણીમાં આવે છે. આના પર શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું હતું કે, એકવાર તમે રાજકીય રીતે ટોચ પર પહોંચી જાઓ એટલે કે ચૂંટણી જીતો, તે સંખ્યા અને જનાદેશના આધારે નક્કી થાય છે. દેશ ક્યારેય અટકતો નથી, સરકારો બદલાતી રહે છે અને નવા નેતૃત્વનો ઉદય થાય છે.

શત્રુઘ્ન સિંહાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, રાજ્યોમાં ભાજપ વિરોધી અભિયાને વેગ પકડ્યો છે. બિહાર હોય, પશ્ચિમ બંગાળ હોય, તામિલનાડુ હોય કે કર્ણાટક હોય, દરેક જગ્યાએ લોકો ભાજપથી પીડિત છે.

આસનસોલમાં ગુમ થવાના પોસ્ટર પર આપ્યો આ જવાબ

આસનસોલના સાંસદ શત્રુઘ્ન સિંહાએ પણ ગયા અઠવાડિયે ગુમ થવાના પોસ્ટર પર પ્રતિક્રિયા આપી હતી. શત્રુઘ્ન સિંહાએ જણાવ્યું કે, જે લોકો પેટાચૂંટણીમાં હારને પચાવી શક્યા નથી, તે તેની પાછળ છે. હું દુર્ગા પૂજા દરમિયાન મારા મતવિસ્તારમાં હતો અને છેલ્લા અઠવાડિયા સુધી અહીં હતો. હું અહીં આસનસોલમાં છઠ પર્વની ઉજવણી કરી રહ્યો છું. હું આસનસોલની નિયમિત મુલાકાત લેતો રહું છું. આવી સ્થિતિમાં મારો મતવિસ્તાર જ તેનો જવાબ આપશે.

English summary
Gujarat Election 2022 : Shatrughn Sinha made predictions, praised arvind Kejriwal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X