For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત પોલીસે કોરોનાકાળમાં માસ્ક ન પહેરનારાઓ પાસેથી 294 કરોડ રૂપિયા વસૂલ્યા TOP NEWS

ગુજરાત પોલીસે કોરોનાકાળમાં માસ્ક ન પહેરનારાઓ પાસેથી 294 કરોડ રૂપિયા વસૂલ્યા TOP NEWS

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાનો અહેવાલ રાજ્યના 41.06 લાખ લોકોને પોલીસને 294 કરોડ રૂપિયાની રકમ માસ્ક ન પહેરવાની 'પેનલ્ટી'ના ભાગરૂપે ચૂકવવી પડી છે.

આ આંકડા 24 જૂન 2020થી બે ડિસેમ્બર 2021 સુધી વસૂલાયેલી રકમના છે.

આ રીતે જોતાં કોરોના વાઇરસની મહામારી દરમિયાન એક વર્ષમાં માસ્ક ન પહેરવા બદલ દરરોજ લોકોએ સરેરાશ 56 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા છે.

માસ્ક

અખબાર લખે છે કે આ રકમ એક ઍડવાન્સ કોવિડ હૉસ્પિટલ બનાવવાના અડધા ખર્ચ જેટલી છે અને અમદાવાદ શહેરમાં ચાર ફ્લાઇઓવર બનાવી શખાય તેટલી છે.

https://www.youtube.com/watch?v=dx-8Q4HIu04


રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે, ભારત પાસે શું અપેક્ષા છે?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન સોમવારે ભારતની મુલાકાતે આવી રહ્યા છે.

પુતિન એક દિવસની મુલાકાતમાં વાર્ષિત સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

તેમની આ મુલાકાતમાં નવી દિલ્હીમાં બંને દેશો વચ્ચે 2+2 પદ્ધતિથી વાર્તાની શરુઆત પણ થશે.

પુતિને ગત અઠવાડિયે કહ્યું હતું કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે "વિશેષાધિકાર પ્રાપ્ત" રશિયા-ભારત સંબંધોના વિશેષ વિકાસ માટે પહેલ કરવા પર ચર્ચા કરશે.

ક્રૅમલિનમાં બુધવારે રાષ્ટ્રપતિ પુતિને એક સમારોહમાં કહ્યું હતું કે આ ભાગીદારી બંને રાષ્ટ્રોના લાભ માટે છે.

ઊર્જાક્ષેત્ર, સ્પેસ અને કોરોના વાઇરસ સામે રસી અને દવા વિકસાવવાના ક્ષેત્રમાં દ્વિપક્ષી વેપારમાં સારી ગતિશીલતા છે.


11 મહિનામાં ભારતની 50 ટકા વસતીને કોરોનાની રસીના બે ડોઝ મુકાયા

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ ભારતમાં કોરોના વાઇરસ સામે શરૂ થયેલા રસીકરણકાર્યક્રમ હેઠળ 11 મહિનામાં ભારતની 50 ટકા વસતીને કોરોનાની રસીના બે ડોઝ આપી દેવાયા છે.

રવિવાર સુધી દેશમાં 127.93 ડોઝ આપી દેવાયા હતા અને 18 વર્ષથી વધારે ઉંમરના 85 ટકાથી વધારે લોકોને ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવામાં આવ્યો છે.

આરોગ્યમંત્રાલય મુજબ છેલ્લા પખવાડિયામાં કોરોનાની રસીના 10 કરોડ જેટલા ડોઝ આપી દેવામાં આવ્યા હતા. શનિવારે દેશમાં 99 લાખથી વધુ ડોઝ મુકાયા હતા.


અભિનેત્રીને મુંબઈ ઍરપૉર્ટ પરથી વિદેશ જતાં રોકવામાં આવ્યાં

બોલિવૂડનાં અભિનેત્રી જૅકલીન ફર્નાન્ડિઝને મુંબઈ ઍરપૉર્ટ પર દેશની બહાર જતાં રોકવામાં આવ્યાં હતાં.

એનડીટીવીના એક અહેવાલ મુજબ 200 કરોડ રૂપિયાની વસૂલાતના કેસમાં જૅકલીન ફર્નાન્ડિઝનું નામ પણ ઈડીની ચાર્જશીટમાં સામેલ છે.

આ અહેવાલમાં લખાયું છે કે ઈડીનાં સૂત્રો અનુસાર, વસૂલાતના કેસના માસ્ટરમાઇન્ડ સુકેશ ચંદ્રશેખરે (સુકેશ ચંદ્રશેખર) જૅકલીનને 10 કરોડ રૂપિયાની મોંધી ભેટ આપી હતી. જેમાં ગાડી, ઘોડા અને અન્ય મોંઘો સામાન સામેલ છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીની તિહાર જેલથી 200 કરોડ રૂપિયાની વસૂલાતના મામલામાં ઈડીએ શનિવારે જ ચાર્જશીટ દાખલ કરી છે.

કસ્ટમ અધિકારીઓએ ઈડીની લુકઆઉટના આધારે 36 વર્ષીય અભિનેત્રીને ઍરપૉર્ટ પર અટકાવી હતી.

તપાસ એજન્સીના અધિકારી મુંબઈ ઍરપૉર્ટ પર પહોંચ્યાં અને તેમને યાત્રાની પરવાનગી નહોતી આપી.

જૅકલીનને દેશમાં રહેવાનું જ કહેવામાં આવ્યું કારણ કે તેમને તપાસમાં હાજર રહેવું પડી શકે છે.


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=pWdy8ufCybo

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Gujarat Police recovered Rs 294 crore from those who did not wear masks during Corona period
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X