આવતા અઠવાડિયે વાતાવરણ કેવુ રહેશે? આવી ગઈ નવી આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના આગામી દિવસોના હવામાન અંગે આગાહી કરી છે. તેમણે 18 નવેમ્બરની આસપાસ રાજ્યમાં માવઠાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓને સ્પષ્ટપણે નકારી કાઢી છે અને ખેડૂતોને કોઈપણ પ્રકારની ચિંતા ન કરવા જણાવ્યું છે.

તેમના મતે, 10 નવેમ્બરથી શરૂ થયેલો ઠંડીનો પ્રથમ તબક્કો સારો રહ્યો છે, જોકે 18 કે 19 નવેમ્બરથી તાપમાનમાં થોડો વધારો થશે, પરિણામે ઠંડીની તીવ્રતામાં આંશિક ઘટાડો અનુભવાશે. આ ફેરફાર શિયાળુ પાકોના વાવેતર પર કોઈ નકારાત્મક અસર નહીં કરે.

પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગુજરાતમાં 10 નવેમ્બરથી જ શિયાળાની ઠંડીની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. ઠંડીના પ્રથમ તબક્કામાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. જો કે, તેમણે સ્પષ્ટતા કરી કે નવેમ્બર મહિનામાં ગાત્રો થીજવતી કોલ્ડ વેવની શક્યતા લગભગ નહિવત્ હોય છે, જે સામાન્ય રીતે ડિસેમ્બરમાં જોવા મળે છે.

આગામી દિવસોમાં ખાસ કરીને 18 અથવા 19 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી, તાપમાનનો પારો થોડો ઊંચો જઈ શકે છે, જેના પરિણામે ઠંડીનો પ્રભાવ થોડો ઓછો થશે.

હાલ સોશિયલ મીડિયા પર 18 નવેમ્બરની આસપાસ રાજ્યમાં માવઠું થવાની અફવાઓ ફેલાઈ રહી છે. આ અંગે પરેશ ગોસ્વામીએ ભારપૂર્વક જણાવ્યું છે કે 18 તારીખની આસપાસ ગુજરાતના કોઈપણ ભાગમાં માવઠું થવાની કોઈ શક્યતાઓ નથી. તેમણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને આવી પાયાવિહોણી અફવાઓ પર ધ્યાન ન આપવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરી છે.

કેટલીક વેધર એપ્લિકેશન્સ 25 નવેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનવાનું દર્શાવી રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. આ અંગે પરેશ ગોસ્વામીએ સ્પષ્ટતા કરી છે કે આ સિસ્ટમ ભલે બને પરંતુ તેનાથી ગુજરાતને ડરવાની કોઈ જરૂર નથી.

આ સિસ્ટમ દક્ષિણ ભારત તરફ અસર કરે તેવી શક્યતા છે, કારણ કે તમિલનાડુ, કેરળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં હજુ ચોમાસાનો પ્રભાવ હોય છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય થઈ ચૂકી હોવાથી આ સિસ્ટમની અસર ગુજરાત પર થવાની સંભાવના નથી.

સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ કરતાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, સંપૂર્ણ નવેમ્બર મહિનો માવઠા-મુક્ત રહેવાની પ્રબળ સંભાવના છે, જે ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ભલે 19 થી 24 નવેમ્બર વચ્ચે ઠંડીમાં આંશિક ઘટાડો થાય અને તાપમાન ઊંચું જાય તેમ છતાં વાતાવરણ શિયાળુ પાકના વાવેતર માટે સંપૂર્ણપણે અનુકૂળ રહેશે.

ખેડૂતો કોઈપણ ચિંતા વિના તેમના શિયાળુ પાકનું વાવેતર કાર્ય ચાલુ રાખી શકે છે, કારણ કે વાતાવરણમાં કોઈપણ પ્રકારની ગરબડ થવાની હાલ કોઈ શક્યતા નથી. નવેમ્બર મહિના દરમિયાન ઠંડીનો સામાન્ય માહોલ જળવાઈ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X