• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અક્સાઈ ચીન પાસે ગુરુંગ હિલ પર ભારતીય સેનાનો કબ્જો, 1962માં ચીને કર્યુ હતુ નિયંત્રણમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ છેલ્લા ત્રણ સપ્તાહમાં ભારતીય સેનાએ લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર છ મોટી ચોટીઓ પર કબ્જો મેળવ્યો છે. પૂર્વ લદ્દાખમાં ચીન સાથે ચાલી રહેલ ટકરાવમાં આ એક મોટો ઘટનાક્રમ છે. સરકારના ટૉપ સૂત્રો તરપથી રવિવારે જણાવવામાં આવ્યુ કે સેનાએ 29 ઓગસ્ટથી સપ્ટેમ્બરના બીજી સપ્તાહમાં છ મોટી ચોટીઓને નિયંત્રણમાં લીધી છે. હવે એલએસી પર મગર હિલ, ગુરુંગ હિલ, રેકિન લા, રેજાંગ લા અને મુખપારી ભારતના કબ્જામાં છે. અહીંથી સેના સતત ફિંગર 4 પાસે સ્થિત ચીની સેનાની પોસ્ટ પર નજર રાખી રહી છે. ગુરુંગ હિલ પર નિયંત્રણને રિટાયર્ડ વરિષ્ઠ અધિકારી ભારતની એક મોટી રણનીતિક જીત ગણાવી રહ્યા છે. ગુરુંગ હિલ, અક્સાઈ ચીનની એકદમ નજીક છે.

ગુરુંગ જેનુ, જીત તેની

ગુરુંગ જેનુ, જીત તેની

ગુરુંગ હિલના ઈતિહાસને જ્યારે તમે જોશો તો તે સન 1962માં ચીન સાથે થયેલ યુદ્ધ સાથે જોડાયેલુ માલુમ પડશે. એ યુદ્ધમાં જ ચીને વિજય મેળવ્યો હતો કારણકે તેણે આના પર કબ્જો મેળવી લીધો હતો. ગુરુંગ અને મગર હિલ, સ્પાંગુર ગેપની ઉત્તરમાં છે. ગુરુંગ હિલ, 4809 મીટર પર જ્યારે મગર હિલ 5182 મીટર પર છે. આઠ નવેમ્બર 1962માં પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)એ લોહી થિજાવી દેતી ઠંડીમાં અચાનક જ રેજાંગ લા પર હુમલો કરી દીધો હતો. સવારે 4 વાગે આ હુમલાને ચીનનો સાઈલેન્ટ અટેક માનવામાં આવે છે. તેનો આ હુમલો 13 કુમાઉએ ફેલ કરી દીધો. તેની આગેવાની મેજર શૈતાન સિંહ કરી રહ્યા હતા. ત્યારબાદ પીએલએ ગુરુંગ હિલ, સ્પાંગુર ગૈપ, મગર હિલ અને રેજાંગ લા પર ફરીથી જોરથી હુમલો કર્યો. ચીની સેના કોઈ પણ રીતે તેને પોતાના કબ્જામાં કરવા માંગતી હતી. એ વખતે ચીનની સેના 75 મિલીમીટર અને 57 એમએની રેકોલાઈસન્સ ગન ઉપરાંત 132 એમએમના રૉકેટ્સનો પણ ઉપયોગ કર્યો હતો.

ચીનના 500 જવાન થયા હતા ઠાર

ચીનના 500 જવાન થયા હતા ઠાર

18 નવેમ્બર 1962ના રોજ ચીને સવારે 6 વાગીને 30 મિનિટે ગુરુંગ હિલ પર હુમલો કર્યો હતો. પીએલએ ભારતીય સેનાને પૉઝિશન પર આર્ટિલરી અને મોર્ટારથી હુમલો કર્યો હતો. ગુરુંગ હિલ,બ્લેક હિલ હેઠળ આવે છે. બ્લેક હિલ ચીનના કબ્જામાં હતી અને ગુરુંગ હિલ પર એ વખતે 1/2 ગોરખા રાઈફલ્સે નિયંત્રણ કરેલુ હતુ. કહે છે કે ગુરુંગ હિલ પર એ વખતે ચીનના 500 જવાન માર્યા ગયા હતા. નોર્ધન આર્ી કમાંડર રહેલા લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ)એસએસ પનાગે ટ્વિટર પર લખ્યુ હતુ કે બધી હિલ ટૉપ ભારત માટે ઘણી મહત્વની છે. તેમણે જણાવ્યુ કે સ્પાંગુર ગેપની ઉત્તરમાં જે પણ ગુરુંગ ટૉપ સહિત બાકી હિલ ટૉપ્સ પર નિયંત્રણ રાખશે, યુદ્ધની સ્થિતિમાં તેની વિજય નક્કી છે. એવામાં સ્પષ્ટ છે કે ગુરુંગ ટૉપ પર કબ્જાથી ભારત, ચીન પર હાવી થઈ ચૂક્યુ છે.

20 દિવસમાં છ પહાડીઓ, 200 રાઉન્ડ ફાયરિંગ!

20 દિવસમાં છ પહાડીઓ, 200 રાઉન્ડ ફાયરિંગ!

ભારતીય સેનાએ છેલ્લા 20 દિવસમાં જ પહાડીઓ પર કબ્જો કર્યો છે તે બાદ હવે પીએલએના જવાનોની મૂવમેન્ટને ટ્રેક કરવામાં સરળતા થશે. એવામાં ચીનને મોટુ નુકશાન થશે. સૂત્રોના જણાવ્યા મુજબ ચીનની સેનાએ ત્રણ વાર આ પહાડીઓ પર કબ્જો કરવાની કોશિશ કરી છે. થોડા દિવસોમાં પેંગોંગના ઉત્તરથી લઈને દક્ષિણ છેડા સુધી ફાયરિંગ થઈ છે. પેંગોગ ત્સો પર ભારતીય અને ચીની જવાનો વચ્ચે 20 દિવસની અંદર 100થી 200 રાઉન્ડ ફાયરિંગ થયુ છે. પીએલએ જવાન અત્યારે ફિંગર 4ની ચોટીઓ પર બેઠા છે. ફિંગર 4, ફિંગર 8થી આઠ કિલોમીટર દૂર પશ્ચિમમાં છે. ભારત અહીં સુદી એલએસી માને છે પરંતુ ચીન માત્ર ફિંગર 4 સુધી જ એલએસીની માન્યતા આપે છે.

લેક અને હેલમેટ ટૉપ ચીનની સીમામાં છે

લેક અને હેલમેટ ટૉપ ચીનની સીમામાં છે

સૂત્રોએ સ્પષ્ટ કર્યુ છે કે બ્લેક ટૉપ અને હેલમેટ ટૉપ એલએસીની બીજી તરફ એટલે કે ચીનના ભાગમાં છે. જ્યારે જે ચોટીઓ પર સેનાએ કબ્જો કર્યો છે તે બધા ભારતીય સીમામાં આવે છે. ચીનની સેના તરફથી અત્યારે 3000 વધુ જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે. પીએલએએ ઈન્ફેન્ટ્રી ઉપરાંત ટેંક બ્રિગેડને પણ રેજાંગ લાથી લઈને રેકિન લા સુધી તૈનાત કરી દીધી છે. ચીની સેનાએ મોલ્ડોમાં પોતાના બેઝને સંપૂર્ણપણે સક્રિય કરી દીધુ છે. અહીં વધુ જવાન હાજર છે અને છેલ્લા અમુક સપ્તાહમાં પીએલએ તરફથી આ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.

વિશ્વ શાંતિ દિવસ 2020: કબૂતર કેમ છે દુનિયામાં શાંતિનુ પ્રતીકવિશ્વ શાંતિ દિવસ 2020: કબૂતર કેમ છે દુનિયામાં શાંતિનુ પ્રતીક

English summary
Gurung and Magar hill in Ladakh captured by Indian Army. Know the importance of it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X