Gyanvapi case : જ્ઞાનવાપી મસ્જિદ કેસનો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આજે આવી શકે છે ચૂકાદો, પૂજા કે નમાઝ?

Gyanvapi case : જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગની પૂજાની પરવાનગી મળશે કે નમાઝ અદા કરાશે? વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટ જ્ઞાનવાપી કેસમાં આજે આ સવાલ પર સુનાવણી કરવામાં આવશે.

Gyanvapi case : જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગની પૂજાની પરવાનગી મળશે કે નમાઝ અદા કરાશે? વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટ જ્ઞાનવાપી કેસમાં આજે આ સવાલ પર સુનાવણી કરવામાં આવશે. ઉત્તર પ્રદેશની વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરના નજીક બનેલી જ્ઞાનવાપી મસ્જિદ અંગે હિન્દુ પક્ષકારો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, મસ્જિદ પરિસરની અંદર શિવલિંગ મળી છે. આવામાં તેમણે શિવલિંગની પૂજા કરવા માટે પરવાનગી મળવી જોઇએ. આ સાથે સામા પક્ષે મુસ્લીમ પક્ષકારો દ્વારા શિવલિંગ મળવાના દાવાને નકારવામાં આવી રહ્યા છે.

Gyanvapi case

20 દિવસ પહેલા અનામત રાખ્યો હતો ચુકાદો

અત્રે ઉલ્લેખીય છે કે, સિવિલ જજ મહેન્દ્ર પાંડે 14 નવેમ્બરના રોજ જ્ઞાનવાપી કેસમાં ચુકાદો સંભળાવવાના હતા, પરંતુ તેમણે નિર્ણય 17 નવેમ્બર માટે મુલતવી રાખ્યો હતો. જ્ઞાનવાપી મસ્જિદ કેસ પર એબીપી ન્યૂઝના અહેવાલ મુજબ, કોર્ટે તેનો નિર્ણય 8 નવેમ્બર સુધી અનામત રાખ્યો હતો, પરંતુ સિવિલ જજ રજા પર હોવાને કારણે, નિર્ણયની તારીખ એક અઠવાડિયા માટે મોકૂફ રાખવામાં આવી છે. હવે આજે એટલે કે 17 નવેમ્બરના રોજ આ કેસનો ચુકાદો સંભળાવવાની તમામ આશા છે.

ફાસ્ટટ્રેક કોર્ટમાં કેવી રીતે પહોંચ્યો જ્ઞાનવાપી કેસ?

ઉલ્લેખનીય છે કે, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જ્ઞાનવાપી મસ્જિદ શિવલિંગ વિવાદ પર ગત 27 ઓકટોબરના રોજ સુનાવણી પૂર્ણ થઈ હતી. લગભગ છ મહિના પહેલા, અરજદાર કિરણ સિંહે 24 મેના રોજ કોર્ટનો સંપર્ક કર્યો હતો, જેમાં જ્ઞાનવાપી પરિસરમાં મુસ્લિમ ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ અને શિવલિંગની પૂજા કરવાની પરવાનગીની માંગણી કરવામાં આવી હતી. જેના બીજા જ દિવસે જિલ્લા ન્યાયાધીશ એ કે વિશ્વેશે 25 મે ના રોજ આપેલા આદેશ મુજબ આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો જ્ઞાનવાપી મસ્જિદનો કેસ

અત્રે એ પણ નોંધનીય છે કે, જ્ઞાનવાપી મસ્જિદનો કેસન દેશની સર્વોચ્ચ અદાલતમાં પણ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આ કેસની સુનાવણી માટે અરજી કરવામાં આવી હતી, પરંતુ સર્વોચ્ચ અદાલતે નોંધ્યું હતું કે, જ્ઞાનવાપી મસ્જિદનો કેસની જટિલતાને ધ્યાનમાં રાખીને, વારાણસીના વરિષ્ઠ ન્યાયિક અધિકારીઓ આ સમગ્ર વિવાદનું સમાધાન કરે તે વધુ સારું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા ગત 20 મેના રોજ આ નોંધ કરી હતી. જે બાદ લગભગ 6 મહિના પછી 17 નવેમ્બરના રોજ વારાણસીની ફાસ્ટ ટ્રેક કોર્ટ જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં પોતાનો ચુકાદો આપે તેવી શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X