For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દલિત અને આર્ય પછી હવે હનુમાનજીને જૈન ગણાવ્યા

દેશના રાજકારણમાં હવે ભગવાન પણ ઘેરાઈ ચુક્યા છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હનુમાનજીને દલિત ગણાવ્યા હતા ત્યારપછી રાજનીતિ ગરમાઈ ચુકી હતી

|
Google Oneindia Gujarati News

દેશના રાજકારણમાં હવે ભગવાન પણ ઘેરાઈ ચુક્યા છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હનુમાનજીને દલિત ગણાવ્યા હતા ત્યારપછી રાજનીતિ ગરમાઈ ચુકી હતી. યોગી આદિત્યનાથે હનુમાનજીને દલિત ગણાવ્યા તો કેન્દ્રીય મંત્રી સતપાલ સિંહએ તેમને આર્ય ગણાવ્યા. વિપક્ષ પણ આ મામલે યોગી આદિત્યનાથ પર પ્રહાર કરી રહ્યું છે. દલિત અને આર્ય પછી હવે બજરંગબલીને જૈન ગણાવવામાં આવ્યા છે. જૈન સંત આચાર્ય સાગરે કહ્યું કે હનુમાનજી ક્ષત્રિય હતા અને તેમની સંબંધ જૈન ધર્મ સાથે હતો.

આ પણ વાંચો: જો રામ મંદિર નહીં બન્યું તો લોકોનો ભાજપથી વિશ્વાસ ઉઠી જશે

આચાર્ય નિર્ભય સાગરે શુ કહ્યું?

આચાર્ય નિર્ભય સાગરે શુ કહ્યું?

જૈન સંત આચાર્ય નિર્ભય સાગરે રવિવારે જૈન મંદિરમાં મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે, 'બજરંગબલી ક્ષત્રિય હતા, અમારા પુરાણ-ગ્રંથોમાં તેનો સાર છે. ક્ષત્રિય થયા પછી તેમને વૈરાગ્ય ધારણ કર્યો વૈરાગ્ય ધારણ કર્યા પછી તેમને જ્ઞાનની પ્રાપ્તિ પછી મોક્ષ પ્રાપ્ત કર્યો. એટલા માટે તેમનો સંબંધ જૈન ધર્મ સાથે પણ હતો. આચાર્ય નિર્ભય સાગરનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

હનુમાન ગિરવાસી છે, દલિત છે, વંચિત છે...

હનુમાન ગિરવાસી છે, દલિત છે, વંચિત છે...

આપણે જણાવી દઈએ કે રાજસ્થાનના અલ્વર જિલ્લામાં માલખેડામાં ચૂંટણી સભાને સંબોધિત કરતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ભગવાન હનુમાન એક એવા લોકદેવતા છે, જેઓ પોતે વનવાસી છે, ગિરવાસી છે, દલિત છે, વંચિત છે. આખા ભારતીય સમાજને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી જોડવાનું કામ બજરંગબલી કરે છે. સીએમ યોગીના આ નિવેદનના વિરોધમાં બ્રામ્હણ મહાસભાએ તેમને નોટિસ મોકલીને માફી માંગવા માટે જણાવ્યું છે.

દલિત, વંચિત નહીં પરંતુ હનુમાનજી આર્ય હતા

દલિત, વંચિત નહીં પરંતુ હનુમાનજી આર્ય હતા

હનુમાનજીની જાતિ અંગે ચાલેલી દલિતો અહીં જ અટકી નહીં. અલવરમાં વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે આવેલા કેન્દ્રીય માનવ સંશાધન રાજ્યમંત્રી સત્યપાલ સિંહે કહ્યુ કે હનુમાનજી દલિત નહિ આર્ય જાતિના મહાપુરુષ હતા. સત્યપાલ સિંહે કહ્યુ કે ભગવાન રામ અને હનુમાનજીના યુગમાં આ દેશમાં કોઈ વર્ણવ્યવસ્થા નહોતી. કોઈ દલિત, વંચિત, શોષિત નહોતુ. વાલ્મિકી રામાયણ અને રામચરિત માનસમાં તમે જો વાંચશો તો તમને માલુમ પડશે કે તે વખતે કોઈ જાતિ વ્યવસ્થા નહોતી. તેમણે કહ્યુ કે ભગવાન હનુમાન આર્ય જાતિના હતા અને તે વખતે માત્ર આર્ય જાતિ જ હતી.

English summary
Hanumanji Was Jain, Says Acharya Nirbhay Sagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X