હાર્દિક પટેલ બનશે ગુજરાત વિધાનસભામાં શિવસેનાનો ચહેરો

Posted By:
Subscribe to Oneindia News

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠારકેએ ભારતીય જનતા પાર્ટીને વધુ એક મોટો ઝટકો આપતા જણાવ્યું છે કે ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પાસ કન્વીર હાર્દિક પટેલ શિવસેનાનો ચહેરો હશે. આ વાતની જાણકારી ન્યૂઝ એજન્સી પીટીઆઇ દ્વારા આપવામાં આવી છે. નોંધનીય છે કે મંગળવારે, પાસ કન્વીનર હાર્દિક પટેલે મુંબઇમાં શિવસેના સુપ્રીમો ઉદ્ઘવ ઠાકરે સાથે મુલાકાત કરી હતી. હાર્દિક પટેલ આજે મુંબઇના પાટીદાર સમાજ અને ગુજરાતી સમાજના એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા હતા.

hardik with udhav

જ્યાં તેમનું આજે સન્માન કરવામાં આવશે. તે પહેલા તે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રી ગયા હતા. જ્યાં તેમણે સ્વર્ગીય બાલાસાહેબ ઠાકરેના રૂમની મુલાકાત લઇ તેમની શ્રદ્ધાજંલિ અર્પી હતી. નોંધનીય છે કે હાર્દિક જેલમાં હતો ત્યારે પણ તેણે પોતાના એક પત્રમાં જણાવ્યું હતું કે તેને બાલાસાહેબ ઠાકરે જેવા બનવું છે અને સમાજના માટે કામ કરવું છે.

આદિત્ય ઠાકરે પણ પોતાના ટ્વિટમાં તે વાત જણાવી હતી કે હાર્દિક ભાઇ અને ઉદ્ધવજી સામાજીક ન્યાયની વિરુદ્ધ ચાલી રહેલી લડાઇ અંગે ચર્ચા કરી હતી. તો બીજી તરફ હાર્દિક પટેલ પણ બાલા સાહેબ ઠાકરેના વખાણ કરતા અનેક ટ્વીટ કર્યા હતા. જેમાં તેણે કહ્યું હતું કે આજે પણ માતોશ્રીમાં સિંહનો અવાજ સંભળાય છે. તો બીજી ટ્વીટમાં તેમણે જણાવ્યું કે સારા લોકોને મળીને તેમની વાત કરીને સારું લાગું સાચે જ એક થા ટાઇગર, બાલા સાહેબને નમન.

નોંધનીય છે કે આ વખતે બીએમસી ચૂંટણીઓ વખતે પણ શિવસેના અને ભાજપ અલગ અલગ લડ્યા હતા. અને નોટબંધી પર પણ શિવસેનાએ કેન્દ્રમાં બેઠેલી મોદી સરકારની કામગીરીને વખોડી હતી. તો બીજી તરફ હાર્દિક પણ હંમેશાથી પોતાની નેતા ન બનવાની ઇચ્છા વ્યક્ત કરતો આવ્યો છે. પણ આજની મુલાકાત પછી જે સમીકરણો બહાર આવ્યો છે તે જોતા આવનારા દિવસોમાં ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલ પુથલ થવાની છે તે વાત પાક્કી છે.

hardik
English summary
Hardik Patel meet Uddhav thackeray in Mumbai, took blessing of Balasaheb thackeray.
Please Wait while comments are loading...