Haryana Assembly Election 2024: પૂર્વ CMનો પરિવાર આમને સામને, જાણો હરિયાણાની તોશાન બેઠકનું ગણિત
Haryana Assembly Election 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. હરિયાણામાં આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે.
આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડી રહી છે. જેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. કોંગ્રેસના
દિગ્ગજ નેતાઓ હરિયાણામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024ની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.
હરિયાણાની તમામ 90 બેઠકો પર 5 ઓક્ટોબરના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. જેનું પરિણામ 8 ઓક્ટોબરના રોજ મતગણતરી બાદ જાહેર થશે.
આ વચ્ચે હરિયાણાની તોશામ બેઠક ચર્ચામાં છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ સાંસદ અને રાજ્યસભા સાંસદ કિરણ ચૌધરીની પુત્રી શ્રૃતિ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે.
જ્યારે કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી ચૌધરી બંસીલાલના પુત્ર રણબીર મહેન્દ્રના પુત્ર અનિરુદ્ધ ચૌધરીને ટીકિટ આપી છે. ઉલ્લેખનીય છે કે, આ બંને પિતરાઈ ભાઈ બહેન છે. જે કારણે આ ચૂંટણીમાં પારાવારિક લડાઈ જોવા મળી રહી છે.
ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય ઘણી પાર્ટીઓએ પણ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટી (AAP) એ દલજીત સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

ઈન્ડિયન નેશનલ લોકદળ-બહુજન સમાજ પાર્ટી (INLD-BSP) ગઠબંધન ઓમ સિંહને સમર્થન આપી રહ્યું છે. આ સિવાય જનનાયક જનતા પાર્ટી-આપકી સેવા પાર્ટી (JJP-ASP) ગઠબંધન દ્વારા રાજેશ ભારદ્વાજને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપથી અસંતુષ્ટ શશી રંજન પરમાર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે કે કેમ? એ સવાલ હજુ અકબંધ છે.
તોશામ, વિધાનસભા બેઠક
વર્તમાન ધારાસભ્ય : કિરણ ચૌધરી, કોંગ્રેસ (18059 મતોથી જીત)
- કુલ મતદારો - 220604
- પુરુષ - 117009
- સ્ત્રી - 103595
શ્રુતિ ચૌધરી, ભાજપના ઉમેદવાર
- ઉંમર - 48 વર્ષ
- એજ્યુકેશન - ગ્રેજ્યુએટ વોકેશનલ એલએલબી
- કરિયર - પૂર્વ મુખ્યમંત્રી બંસીલાલ ચૌધરીની પૌત્રી શ્રુતિ એક વખત કોંગ્રેસની સાંસદ રહી ચુકી છે.
અનિરુદ્ધ ચૌધરી, કોંગ્રેસના ઉમેદવાર
- ઉંમર - 47 વર્ષ
- બેચલર ઓફ એજ્યુકેશન
- કરિયર- પૂર્વ સીએમ બંસીલાલ ચૌધરીના પૌત્ર, રણબીર મહેન્દ્રનો પુત્ર છે.
તોશામ વિધાનસભા બેઠકનું ગણિત - પૂર્વ મુખ્યમંત્રી બંસીલાલ ચૌધરીના પૌત્ર અને પૌત્રી એવા પિતરાઈ ભાઈ-બહેન આ સીટ પર આમને-સામને છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો.












Click it and Unblock the Notifications
