For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણા ચૂંટણીઃ કોંગ્રેસ પર નિશાન સાધીને સીએમ ખટ્ટરે સોનિયા ગાંધી પર કરી વિવાદિત ટિપ્પણી

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી વિશે વિવાદિત નિવેદન આપ્યુ છે જેના પર વિવાદ વધવા લાગ્યો છે. કોંગ્રેસે મનોહરલાલ ખટ્ટરના આ નિવેદનની આકરી ટીકા કરી છે.

|
Google Oneindia Gujarati News

હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે 21 ઓક્ટોબરના રોજ થનાર મતદાન પહેલા બધા રાજકીય દળો પ્રચારમાં જોડાઈ ગયા છે. વળી, ચૂંટણી દરમિયાન રાજકીય દળના નેતાઓ દ્વારા વિરોધી દળોના નેતાઓ પર આકરી નિવેદનબાજી પણ કરવામાં આવી રહી છે. આવુ જ એક નિવેદન હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી વિશે આપ્યુ છે જેના પર વિવાદ વધવા લાગ્યો છે. કોંગ્રેસે મનોહરલાલ ખટ્ટરના આ નિવેદનની આકરી ટીકા કરી છે.

સોનિયા ગાંધી પર કરી વિવાદિત ટિપ્પણી

સોનિયા ગાંધી પર કરી વિવાદિત ટિપ્પણી

ચૂંટણી પ્રચાર દરમિયાન સોનીપત પહોંચેલા સીએમ ખટ્ટરે કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યુ. આ દરમિયાન તેમણે સોનિયા ગાંધી વિશે વિવાદિત નિવેદનબાજી કરી અને કહ્યુ, લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ બાબાએ અધ્યક્ષ પદ છોડી દીધુ અને કહ્યુ નવા અધ્યક્ષ લાવો, ગાંધી પરિવારની બહારના લાવો. અમને લાગ્યુ કે ભાઈએ વાત તો સારી કહી. પરિવારવાદથી દૂર હટવુ સારી વાત છે, પછી આ લોકો આખા દેશમાં ફરવા લાગ્યા અધ્યક્ષ માટે. પરંતુ ત્રણ મહિના બાદ સોનિયા ગાંધીને જ અધ્યક્ષ બનાવી દીધા. એટલે કે ખોદ્યો પહાડ નીકળ્યો ઉંદરડી, એ પણ મરેલી.

ખટ્ટરના આ નિવેદન પર વધ્યો વિવાદ

ખટ્ટરના આ નિવેદન પર વધ્યો વિવાદ

ખટ્ટરે કહ્યુ કે ‘આવા જ હાલ હરિયાણાના પ્રદેશ અધ્યક્ષ સાથે પણ થયા, તે પણ જતા જતા કહેતા ગયા કે કોંગ્રેસ પાંચ-પાંચ કરોડમાં ચૂંટણીની ટિકિટ વેચે છે.' વળી, હરિયાણાના સીએમી આ વિવાદિત ટિપ્પણી બાદ કોંગ્રેસ ભડકેલી છે. કોંગ્રેસ પાર્ટીએ મનોહરલાલ ખટ્ટરના આ વિવાદિત નિવેદન પર આખરી પ્રતિક્રિયા આપીને તેમની માફીની માંગ કરી છે.

આ પણ વાંચોઃ મઉઃ સિલિન્ડર બ્લાસ્ટથી બે માળનુ મકાન ધરાશાયી, 7ના મોત, ઘણો લોકો દબાયાઆ પણ વાંચોઃ મઉઃ સિલિન્ડર બ્લાસ્ટથી બે માળનુ મકાન ધરાશાયી, 7ના મોત, ઘણો લોકો દબાયા

કોંગ્રેસ પાર્ટીએ કરી માફીની માંગ

કોંગ્રેસ પાર્ટીના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વીટર કરવામાં આવ્યુ, ‘ભાજપના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલુ નિવેદન અશોભનીય અને નિમ્નસ્તરનુ છે અને 'ભાજપનુ મહિલા વિરોધી ચરિત્ર પણ દર્શાવે છે. અમે મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના નિવેદનની નિંદા કરીને તેમને અતિ શીઘ્ર માફીની માંગ કરીએ છીએ.'

English summary
haryana assembly elections 2019: cm manohar lal khattar controversial statement on sonia gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X