For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપને અન્ય 6 ધારાસભ્યોનું સમર્થન, દિવાળી બાદ ખટ્ટર CM પદના શપથ લેશેઃ સૂત્ર

ભાજપને અન્ય 6 ધારાસભ્યોનું સમર્થન, દિવાળી બાદ ખટ્ટર CM પદના શપથ લેશેઃ સૂત્ર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ હરિયાણામાં વિધાસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ કોઈપણ દળને પૂર્ણ બહુમત હાંસલ નથી થયું, એવામાં ભાજપ અને કોંગ્રેસ બંનેએ સરકાર બનાવવાની કવાયત શરૂ કરી છે. પરંતુ આ કવાયતમાં ભાજપ આગળ નિકળતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં વિધાનસભાની કુલ 90 સીટમાંથી ભાજપને 40 સીટ પર જીત મળી છે, એવામાં જાદૂઈ આંકડા 46 સુધી પહોંચવા માટે ભાજપને 6 ધારાસભ્યોની જરૂરત છે. અપક્ષ ધારાસભ્ય રંજીત સિંહ ચૌટાલાએ પહેલા જ ભાજપને સમર્થન આપવાનું એલાન કરી દીધું છે. જે હિસાબે પાર્ટીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા માટે માત્ર પાંચ ધારાસભ્યોની જરૂરત છે.

કાલે શપથ લેશે

કાલે શપથ લેશે

સૂત્રોના હવાલેથી અહેવાલ મળ્યા છે કે 9 અન્ય ધારાસભ્યોમાંથી કુલ 6 ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપવાનો ફેસલો કર્યો છે, એવામાં આ ધારાસભ્યોનું સમર્થન હાંસલ કર્યા બાદ દિવાળી બાદ મનોહર લાલ ખટ્ટર સીએમ પદના શપથ લઈ શકે છે. જણાવી દઈએ કે ભાજપના ખાતામાં 40 સીટ આવી છે, જ્યારે કોંગ્રેસને માત્ર 31 સીટ મળી છે. જ્યારે જનનાયક જનતા પાર્ટીએ સૌકોઈને ચોંકાવતા 10 સીટ પર જીત નોંધાવી લીધી છે. માનવામાં આવી રહ્યું હતું કે જેજેપીની સાથે મળી કોંગ્રેસ કેટલાક અપક્ષ ધારાસભ્યોને ખુદની તરફ લઈ જવાની કોશિશ કરશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે, પરંતુ કોંગ્રેસથી આગળ નિકળતા ભાજપ અપક્ષ ધારાસભ્યોને પોતાની તરફ કરવામાં સફળ રહ્યો.

જેજેપીથી દૂર

જેજેપીથી દૂર

જણાવી દઈએ કે જેવી રીતે જેજેપીએ પૂર્વમાં ભાજપની નીતિઓની આલોચના કરી હતી અને ખુલીને મુખ્યમંત્રી પદની માંગ કરી છે, તે કારણે જ ભાજપ જેજેપીથી દૂરી બનાવી રાખવા માંગે છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને દિલ્હી બોલાવવામાં આવ્યા છે, જ્યાં મનોહર લાલ ખટ્ટરે જેપી નડ્ડા સાથે મુલાકાત કરી છે. જણાવી દઈએ કે ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે આ વાતનો ભરોસો જતાવ્યો હતો કે પ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર બનશે.

પીએમ મોદીના વખાણ કર્યાં હતાં

પીએમ મોદીના વખાણ કર્યાં હતાં

ચૂંટણીમાં ભાજપના પ્રદર્શનનાં વખાણ કરતાં પીએમ મોદીએ ભાજપના તમામ કાર્યકર્તાનાં પણ વખાણ કર્યાં હતાં. મોદીએ કહ્યું કે, અમને આપેલા સમર્થન માટે હરિયાણાના તમામ લોકોનો હું આભાર માનું છું. ગત વર્ષોમાં જેવી લાગણીથી કામ કર્યું તેવી જ લાગણીથી અમે કામ કરતા રહીશું. પાર્ટીના વિકાસના એજન્ડાને લઈ લોકો પાસે ગયા તેવા ભાજપના કાર્યકર્તાઓનો પણ હું આદર કરું છું.

Maharashtra Electio Results 2019: પરિણામ બાદ શિવસેનાએ શરદ પવારના વખાણ કર્યાં, ભાજપને આપી દીધી આ સલાહMaharashtra Electio Results 2019: પરિણામ બાદ શિવસેનાએ શરદ પવારના વખાણ કર્યાં, ભાજપને આપી દીધી આ સલાહ

English summary
haryana: bjp got support of another 6 MLA, khattar may take oath tomorrow says source
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X