For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણા રેપ કેસ: પીડિત બાળકીની મોત, પિતા પર બળાત્કારનો આરોપ

હૈદરાબાદમાં મહિલા ડોક્ટરની સાથે થયેલી હેવાનિયત બાદ દેશભરમાં આરોપીઓને જલ્દીથી સજા આપવામાં આવે તેવી માંગ થઇ રહી છે.

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદમાં મહિલા ડોક્ટરની સાથે થયેલી હેવાનિયત બાદ દેશભરમાં આરોપીઓને જલ્દીથી સજા આપવામાં આવે તેવી માંગ થઇ રહી છે. લોકોનો વિરોધ છતાં દેશમાં બળાત્કારની ઘટનાઓમાં કોઈ ઘટાડો થયો નથી. હરિયાણાના રોહતક જિલ્લામાંથી તાજેતરનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક 9 વર્ષની બાળકીએ કથિત રીતે તેના પિતા દ્વારા બળાત્કાર ગુજાર્યા બાદ બાળકીએ હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.

આરોપી પિતા ફરાર

આરોપી પિતા ફરાર

પોલીસના જણાવ્યા અનુસાર બળાત્કાર પીડિતાને સોમવારે રાત્રે ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતા. ફરિયાદ બાદ પોલીસે આરોપી પિતા વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે, તે હાલમાં ફરાર છે. પ્રારંભિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે પીડિતાનો પરિવાર આજીવિકાની શોધમાં હરિયાણા આવ્યો હતો, પડોશીઓના કહેવા મુજબ પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

કીશોરીએ માતાને જણાવી હતી આ વાત

કીશોરીએ માતાને જણાવી હતી આ વાત

પીડિતાની માતાએ પોલીસને જણાવ્યું કે, યુવતી ચાર ભાઈ-બહેનોમાં સૌથી મોટી હતી. ઘણીવાર બધા બાળકો રાત્રે પિતા સાથે સુતા હતા અને દિવસ દરમિયાન તેમની સાથે રહેતા હતા. તેણે વધુમાં જણાવ્યું કે એક દિવસ પુત્રીએ ઉલટી અને પેટની પીડાની વાત કરી ત્યારબાદ તે તેને હોસ્પિટલમાં લઈ આવી હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બનાવની માહિતી મળતાં પોલીસે લાશને કબજે કરી પોસ્ટ મોર્ટમ માટે રોહતકના પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ, મેડિકલ સાયન્સ મોકલી આપી છે.

હૈદરાબાદ ડોક્ટર હત્યા કેસમાં મોટો નિર્ણય

હૈદરાબાદ ડોક્ટર હત્યા કેસમાં મોટો નિર્ણય

સામુહિક બળાત્કાર અને મહિલા ડોક્ટરની હત્યાના કેસમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ કેસમાં વહેલી સુનાવણી માટે ફાસ્ટ ટ્રેક કોર્ટને મંજૂરી આપવામાં આવી છે. આ અગાઉ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી હૈદરાબાદ બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ કેટલાક મીડિયા હાઉસોએ પાસે જવાબ માંગ્યો છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે મીડિયા ગૃહોએ પીડિતાનું નામ જાહેર કરીને તેની ઓળખને જાહેર કરવાની કોશિશ કરી છે. મીડિયા ગૃહોએ બળાત્કાર ગુજાર્યા બાદ હત્યા કરાયેલ મહિલા વિશે માહિતી લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અરજી દિલ્હીના જ વકીલ યશદીપ ચહલ વતી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, અરજી દ્વારા તેમનો હેતુ બળાત્કાર પીડિતોની ઓળખ જાહેર ન કરવા દેવામાં આવે, જે આઈપીસીના કાયદાઓનું ઉલ્લંઘન કરે છે અને સુપ્રીમ કોર્ટમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. ચહલે કહ્યું કે પીડિતાની ઓળખ જાહેર કરીને મીડિયા હાઉસ આઈપીસી 228 એનું ઉલ્લંઘન છે.

English summary
Haryana Child Rape Victim Died in Hospital, Father Accused
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X