અભય ચૌટાલાના ફાર્મહાઉસ પર EDની છાપેમારી, આ મામલે કરાઇ કાર્યવાહી
ગેરકાયદેસર સંપત્તિના કિસ્સામાં, ભારતીય રાષ્ટ્રીય લોક દળ (INLD) ના નેતા અભય ચૌટાલાની મુશ્કેલીઓ ઓછી થતી નથી. બુધવારે ઇડીની ટીમે અભય ચૌટાલાના સિરસા સ્થિત તેજખેડા ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા હતા. અભય ચૌટાલા હરિયાણાના ડેપ્યુટી સીએમ દુષ્યંત ચૌટાલાના કાકા છે. અભય ચૌટાલા 13 વર્ષથી ગેરકાયદેસર સંપત્તિના કેસનો સામનો કરી રહ્યા છે.

ઇડીએ ફાર્મ હાઉસ પર પાડ્યા દરોડા
બુધવારે ઇડીની ટીમે સીઆરપીએફ સાથે મળીને ફાર્મ હાઉસ પર દરોડા પાડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તપાસ એજન્સી સ્થળ પર જ દસ્તાવેજો સ્કેન કરી રહી છે. આ વર્ષે મે મહિનામાં અપ્રમાણસર સંપત્તિના કેસમાં ચૌટાલા પરિવારની સંપત્તિની તપાસ કરી રહેલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભૂતપૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલાના પુત્રો અજય અને અભયની સંપત્તિની વિગતો માંગી હતી.

આવકથી વધારે સંપત્તિના કેસમાં કાર્યવાહી
આ મામલે ઇડીને ડબવાલીની સાત સંપત્તિ અને સિરસાની 6 મિલકતો વિશે માહિતી આપવા જણાવ્યું હતું, જેમાં કોઈ બદલાવ આવે તો જિલ્લા વહીવટી તંત્રે તાત્કાલીક નિયુક્ત અધિકારીને જાણ કરવા જણાવ્યું હતું. તમને જણાવી દઇએ કે કોંગ્રેસના નેતા શમશેરસિંહ સુરજેવાલાની ફરિયાદ પર હરિયાણાના ભૂતપૂર્વ સીએમ ઓમ પ્રકાશ ચૌટાલા અને તેના બે પુત્રો અજય અને અભય સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ નોંધવામાં આવ્યો હતો. 26 માર્ચ, 2010 ના રોજ સીબીઆઈએ ઓમ પ્રકાશ ચૌટાલા સામે તપાસ એજન્સીએ 6.09 કરોડની મિલકત અપ્રમાણસર રાખવાનો આરોપ લગાવ્યો હતો.

દુષ્યંત ચૌટાલાના છે કાકા અભય ચૌટાલા
હાલમાં શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં ઓમપ્રકાશ ચોટાલા તિહાર જેલમાં 10 વર્ષની સજા ભોગવી રહ્યા છે. આઈએનએલડીમાં વર્ચસ્વ માટેની લડત ફાટી નીકળતા દુષ્યંત ચૌટાલાએ જનનાયક જનતા પાર્ટીની રચના કરી હતી. હરિયાણાની ચૂંટણીમાં જેજેપીએ 10 બેઠકો જીતી હતી, જ્યારે આઈએનએલડીએ માત્ર એક બેઠક જીતી હતી. આ પછી દુષ્યંત ચૌટાલાએ ભાજપને ટેકો આપવાની ઘોષણા કરી હતી. બંને પક્ષો વચ્ચેના કરાર મુજબ દુષ્યંત ચૌટાલા ડેપ્યુટી સીએમ બન્યા હતા જ્યારે મનોહર લાલ ખટ્ટરે બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
INX Media Case: પી ચિદમ્બરમને રાહત, કોર્ટે આપ્યા શરતી જામીન