Haryana Election 2024 : રાહુલ ગાંધીના એક ભાષણે હરિયાણામાં બીજેપીનો પુરો પ્લાન બગાડી દીધો, જાણો કેવી રીતે?
Haryana Assembly Election 2024 : હરિયાણામાં વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ચૂંટણીમાં એક સમયે લાગતુ હતું કે બીજેપી કોંગ્રેસને ટક્કર આપી રહી છે.
જો કે રાહુલ ગાંધીએ હરિયાણા ચૂંટણીના મેદાનમાં ઉતરતા જ બીજેપીના પુરા ગેમપ્લાનને ઉઘાડો પાડી દીધો છે. રાહુલ ગાંધીએ એક ભાષણ સાથે જ કોંગ્રેસની સ્થિતી મજબુત કરી દીધી છે.

રાહુલ ગાંધીએ પહેલી રેલી સાથે જ હરિયાણાના યુવાનો પર ધ્યાન દોર્યુ અને ડંકી રૂટ જેવા સંવેદનશિલ મુદ્દાને છેડી દીધો. આ સાથે રાહુલ ગાંધીએ ઘણી એવી વાતો કરી જે બીજેપી માટે ભારે પડી રહી છે.
રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં યુવાનો સાથે સાથે મહિલાઓ તેમજ રોજગારી અને મોંઘવારી જેવા મુદ્દા ઉઠાવ્યા. તેમની ડંકી રૂટને લઈને કરેલી વાતે મોટો પડઘો પાડ્યો છે.
અહીં રાહુલ ગાંધી કુમારી શૈલજાને લઈને ચાલી રહેલી ચર્ચાનો અંત કરીને બીજેપીના મનસુબા પર પાણી ફેરવી દીધુ છે. રાહુલ ગાંધી હરીયાણા ચૂંટણીમાં લોકસભા ચૂંટણીની જેમ જ ઉદ્યોગપતિઓ સામે મોરચો ખોલતા જોવા મળ્યા અને ખેડૂતોની લોનમાફીનો મુદ્દો ઉઠાવ્યો.
આ તમામ મુદ્દાઓ સાથે સાથે રાજ્યમાં જે રીતે સ્થાનિક લોકો બીજેપીના ઉમેદવારોને ભગાડી રહ્યા છે અને કોંગ્રેસની સભાઓમાં ભીડ ઉમટી રહી છે તેને જોતા બીજેપી હાલ ચૂંટણીમાંથી બહાર થઈ ગઈ હોવાની સ્થિતી સર્જાઈ છે.
એક તરફ લોકોમાં ભારે ગુસ્સો, બીજી તરફ કિસાન આંદોલન અને વિનેશ ફોગાટ જેવા મુદ્દા કોંગ્રેસને સીધો ફાયદો કરાવી રહ્યો છે. આ તમામ મુદ્દાઓ વચ્ચે રાહુલ ગાંધીની ધમાકેદાર એન્ટ્રીએ બીજેપી માટે સ્થિતી બગાડી દીધી છે.












Click it and Unblock the Notifications
