Haryana Election 2024 : હરિયાણા ચૂંટણીમાં બાગીઓ કોનો ખેલ બગાડશે? જાણો સમીકરણ
Haryana Assembly Election 2024 : હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં બાગીઓની ખુબ ચર્ચા થઈ છે. ટિકીટ ન મળતા નારાજ ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે માથાનો દુખાવો બન્યા છે.
બન્ને મુખ્ય પાર્ટીના બાગી નેતાઓએ આ વખતે ચૂંટણીને જટિલ બનાવી છે. આ નેતાઓ મેદાનમાં ઉતરતા ભાજપ અને કોંગ્રેસ બન્ને માટે 10 થી વધુ સીટો પર સમીકરણ બદલાઈ રહ્યા છે.

હરિયાણા વિધાનસભાની 90 બેઠકો માટે મતદાન પહેલા બાગી નેતાઓની બગાવતની ખુબ ચર્ચા છે. બાગી નેતાઓ પક્ષના ઉમેદવારો સામે ચૂંટણી લડતા આ ઉમેદવારો માટે મુશ્કેલી ઉભી થઈ છે.
વાતચીતથી લઈને દબાણ સુધી તમામ પ્રયત્નો થવા છતાં બાગી નેતાઓ ટસના મસ થયા નથી. આ બાગી નેતાઓએ મોરચો ખોલતા જીતના સમીકરણ પણ બદલાઈ ગયા છે.
અંબાલા કેન્ટથી કોંગ્રેસની ટિકિટ ન મળતા ચિત્રા સરવારા સ્વતંત્ર રીતે ચૂંટણી લડી રહી છે, જે કોંગ્રેસ માટે નુકસાનદાયક સાબિત થઈ રહ્યું છે. અહીં ત્રિકોણીય જંગ સર્જાતા બીજેપીના અનિલ વિજેને ફાયદો થઈ શકે છે.
પુંડરીથી કોંગ્રેસના સત્વીર ભાણા પણ અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે, જેના કારણે મુકાબલો રસપ્રદ બન્યો છે. કૈથલના ગુહલા ચીકામાં નરેશ ઢાંડે સ્વતંત્ર લડી રહ્યા છે અને કોંગ્રેસના દેવેન્દ્ર હંસને પડકાર આપી રહ્યા છે.
પાણીપત સિટી અને ગ્રામ્ય બેઠકો પર પણ કોંગ્રેસના બાગી ઉમેદવારો રોહિતા રેવડી અને વિજય જૈન કોંગ્રેસ માટે પડકાર બની રહ્યાં છે. ગન્નૌરમાં દેવેન્દ્ર કાદિયાન અને અસંદમાં રામ શર્મા ભાજપ સામે બગાવત કરીને ચૂંટણી લડી રહ્યાં છે.
હરિયાણા ચૂંટણીમાં બાગીઓની હાજરીએ ચૂંટણીના સમીકરણોને સંપૂર્ણ રીતે બદલાઈ ગયા છે. બન્ને મુખ્ય પાર્ટીઓને પોતાના જ નેતાઓ પાસેથી પડકાર મળી રહ્યો છે.
બાગી નેતાઓ પોતાના વિસ્તારમાં મજબૂત પકડ ધરાવે છે અને તેમની લોકપ્રિયતાને અવગણવી શક્ય નથી. આ બાગી નેતાઓના ચૂંટણી પરિણામો પર કઈ રીતે અસર કરશે તે જોવું રસપ્રદ રહેશે.












Click it and Unblock the Notifications
