ઓળખીતો જ નિકળ્યો નરાધમ, યુવતીને મળવા બોલાવી ગંદુ કામ કર્યું
યુમાનનગરઃ હરિયાણામાં યમુનાનગરના પોલીસ છપ્પર ક્ષેત્રના એક ગામમાં એક યુવતી સાથે તેના જ જાણીતા છોકરાએ દુષ્કર્મ કર્યું. આરોપી પહેલા યુવતીના ગામે પહોંચ્યાં, ત્યાં કંઈક કામનું બહાનું આપી યુવતીને મળવા બોલાવી. જ્યારે તે તેને મળવા પહોંચી તો આરોપી દુર્વ્યવહાર કરવા લાગ્યો. મારી નાખવાની નીયતથી જબરદસ્તી ફિઝિકલ સંબંધ બનાવ્યા. યુવતી મહામૂસિબતે બળાત્કારીની ચંગુલમાંથી છૂટી પોતાના ઘરે પહોંચી અને પરિજનોને ઘટના વિશે જણાવ્યું. પરિજનો પીડિતાને લઈ પોલીસ સ્ટેશને પહોંચ્યા. જ્યાં પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી છે. જો કે માલૂમ પડ્યું કે આરોપી છોકરો હજી 17 વર્ષનો છે, તે બાદ અન્ય કલમો અંતર્ગત કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી.
પોલીસે જણાવ્યું કે છોકરો હરિયાણાના જ જીંદના એક ગામનો રહેવાસી છે. પોલીસ આ આરોપીની તલાશમાં લાગી ગઈ છે. યુવતીએ ફરિયાદ નોંધી છે કે આરોપી છોકરો છ ડિસેમ્બરે પીડિતાના ગામમાં આવ્યો. જ્યાં તેણે યુવતીને મળવા બોલાવી હતી. બીજી તરફ આરોપીના ભાઈએ પણ પીડિતા છોકરી અને તેના પરિવારના પાંચ સભ્યો વિરુદ્ધ તેના ભાઈને રૂમમાં બંધ કરી મારપીટ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. પોલીસ આ મામલાની તપાસ પણ કરી રહી છે.
હૈદરાબાદ એન્કાઉન્ટર: સુપ્રીમ કોર્ટે ન્યાયિક તપાસના આપ્યા આદેશ