For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણા રાજ્યસભા ચૂંટણીમાં ટ્વિટસ્ટ, કોંગ્રેસ MLA કુલદીપ બિશ્નોઈએ ભાજપને આપ્યો વોટ, હારી ગયા અજય માકન

હરિયાણામાં બે સીટો માટે રાજ્યસભા ચૂંટણીના પરિણામોનુ એલાન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ હરિયાણામાં બે સીટો માટે રાજ્યસભા ચૂંટણીના પરિણામોનુ એલાન થઈ ગયુ છે. હરિયાણા રાજ્યસભા ચૂંટણી દરમિયાન જબરદસ્ત ટ્વિસ્ટ જોવા મળ્યુ. આદમપુરથી કોંગ્રેસ ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ પોતાની પાર્ટીને છોડીને ભારતીય જનતા પાર્ટીને વોટ આપ્યો છે. કુલદીપ બિશ્નોઈએ કોંગ્રેસ નેતા અજય માકનને વોટ ન આપ્યો. જેના કારણે તે ચૂંટણીમાં હારી ગયા છે. હરિયાણાની રાજ્યસભાની બે સીટો પર ચૂંટણી પંચે ભાજપના ઉમેદવાર કૃષ્ણ પંવાર અને ભાજપ-જેજેપી સમર્થિત અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માને વિજયી જાહેર કર્યા છે. કોંગ્રેસના અજય માકન હારી ગયા છે.

કોંગ્રેસ ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈને પીએમ મોદીની નીતિઓ પસંદઃ CM ખટ્ટર

કોંગ્રેસ ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈને પીએમ મોદીની નીતિઓ પસંદઃ CM ખટ્ટર

મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યુ કે કોંગ્રેસનો મત નકારવામાં આવ્યો કારણ કે આદમપુરના કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ પોતાના અંતરાત્માનો અવાજ સાંભળ્યો અને કોંગ્રેસના ઉમેદવાર અજય માકનને મત ન આપ્યો. હરિયાણાના સીએમ ખટ્ટરે કહ્યુ, 'કોંગ્રેસના ધારાસભ્ય કુલદીપ બિશ્નોઈએ પોતાના અંતરાત્માની વાત સાંભળીને ખુલ્લેઆમ મતદાન કર્યુ છે. હું કહી શકુ છુ કે તેમને પીએમ મોદીની નીતિઓ અને વિચારધારામાં વિશ્વાસ છે. તેમણે વિચાર્યુ પણ નહોતુ કે આ પછી કોંગ્રેસ પાર્ટી તેમની સાથે શું કરવા જઈ રહી છે.

હરિયાણા રાજ્યસભા ચૂંટણી પર શું બોલ્યા સીએમ ખટ્ટર

હરિયાણા રાજ્યસભા ચૂંટણી પર શું બોલ્યા સીએમ ખટ્ટર

હરિયાણા રાજ્યસભાની ચૂંટણીના પરિણામો પર સીએમ ખટ્ટરે કહ્યુ કે, આ અમારા માટે ખુશીની વાત છે. કૃષ્ણલાલ પંવાર અને કાર્તિકેય શર્માને જીતાડવા માટે હું તમામ ધારાસભ્યોનો આભાર માનુ છુ. આ લોકશાહીની જીત છે. મને આશા છે કે બંને ગૃહ હરિયાણાના લોકો સાથે સંબંધિત મામલાઓને ઉઠાવશે.

બહુ ઓછા અંતરથી હાર્યા અજય માકન

બહુ ઓછા અંતરથી હાર્યા અજય માકન

હરિયાણા કોંગ્રેસના ધારાસભ્ય ભારત ભૂષણ બત્રાએ કહ્યુ કે કોંગ્રેસના અજય માકન બહુ ઓછા મતોથી હારી ગયા છે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં શનિવારે વહેલી સવારે મતગણતરી શરૂ થઈ ગઈ હતી. વાસ્તવમાં BJP-JJP સમર્થિત અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માએ ભારતના ચૂંટણી પંચને પત્ર લખીને કોંગ્રેસના ધારાસભ્યો કિરણ ચૌધરી અને બીબી બત્રાના મત રદ કરવાની માંગ કરી હતી. તેમના પર વોટની ગુપ્તતા સાથે ચેડા કરવાનો આરોપ હતો. અગાઉ શુક્રવારે (10 જૂન), અજય માકને ભારતના ચૂંટણી પંચને પત્ર લખીને કહ્યુ હતુ કે BJP-JJP-સમર્થિત અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્મા દ્વારા ઉઠાવવામાં આવેલી માંગને નકારી કાઢવામાં આવે અને વહેલી તકે પરિણામ જાહેર કરવામાં આવે.

English summary
Haryana Rajya Sabha election: Congress MLA Kuldeep Bishnoi sinks Ajay Maken, BJP wins 2 seats
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X