For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના સૌથી પ્રદૂષિત શહેરોના મામલે હરિયાણા- ઉત્તર પ્રદેશ સૌથી આગળ

દેશના સૌથી પ્રદૂષિત શહેરોના મામલે હરિયાણા- ઉત્તર પ્રદેશ સૌથી આગળ

|
Google Oneindia Gujarati News

દિલ્હીમાં તમામ કોશિશો છતાં પ્રદૂષણ પર લગામ નથી લાગી રહી. આજે સવારે દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં દિલ્હી બીજા સ્થઆને રહ્યું. વાયુ ગુણવત્તા સૂચકાંક મુજબ દિલ્હીની હવા બહુ ખરાબ નોંધાઈ છે. જો કે એક દિવસ પહેલાં દિલ્હીની હવા વધુ ઝેરીલી હતી, જેમાં મામૂલી સુધારો થયો છે. દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં ફરીદાબાદ પહેલા સ્થાને રહ્યું અને ટૉપ 10 શહેરોમાં પાંચ હરિયાણાના અને ઉત્તર પ્રદેશના 3 શહેર સામેલ છે.

pollution

દિલ્હીમાં આજે સવારે AQIનો સ્તર 397 નોંધાયો. જેના ઠીક એક દિવસ પહેલાં આ 406 રેકોર્ડ કરાય. AQIમાં કંઈક કમી આવવાથી દિલ્હીની હવામાં થોડો સુધારો થયો અને તે ગંભીરથી બહુ ખરાબ સ્થિતિમાં પહોંચી ગઈ. જ્યારે દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં પહેલા સ્થને હરિયાણાનું ફરીદાબાદ રહ્યું, જ્યાં AQI સ્તર 401 રેકોર્ડ કરાયું. જ્યારે એક દિવસ પહેલાં આ 421 હતું.

દેશના સૌથી પ્રદૂષિત શહેરોમાં ફરીદાબાદ અને દિલ્હી બાદ મેરઠ (379) ત્રીજા, બાગપત (375) ચોથા અને બહાદુરગઢ (375) પાંચમા સ્થને રહ્યું, જે બાદ ક્રમશઃ જીંદ (369), હિસાર (367), નોઈડા (356), સિંગરોલી (355) અને ગુરુગ્રામ (355)નું સ્થાન આવે છે.

દેશના સૌથી પ્રદૂષિત 10 શહેરોમાં પાંચ શહેર હરિયાણાના છે. જ્યારે ઉત્તર પ્રદેશના ત્રણ અને મધ્ય પ્રદેશનું એક શહેર સામેલ છે. દેશના 25 શહેરોની આબોહવા ગંભીર અથવા બહુ ખરાબની શ્રેણીમાં છે. જેમાંથી વધુ પડતા શહેર હરિયાણા અને ઉત્તર પ્રદેશના છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરમાં વધતા પ્રદૂષણને જોતાં નિર્માણ કાર્યો પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે. સાથે જ દિલ્હી સરકાર તરફથી પણ કેટલાય આપાત ઉપાયોની ઘોષણા કરવામાં આવી છે.

જણાવી દઈએ કે 0-50ની વાયુ ગુણવત્તાને સૌથી સારી માનવામાં આવે છે. જે બાદ AQI સ્તર 51-100નો સંતોષજનક, 101-200નો મધ્યમ, 201-300નો ખરાબ અને 301-400 અતિ ખરાબ માનવામાં આવે છે. જ્યારે 401-500ની શ્રેણીને ગંભીર માનવામાં આવ્યો છે, જે સ્વાસ્થ્યને હિસાબે બહુ ખતરનાક સ્થિતિ છે.

English summary
Haryana-Uttar Pradesh is at the forefront of the most polluted cities in the country
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X