For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરિયાણા પોલીસની શર્મનાક હરકત, મહિલાની પટ્ટાથી પિટાઈનો વીડિયો વાયરલ

હરિયાણામાં એક મહિલાની પટ્ટાથી પિટાઈનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જે સરકાર અને પોલીસ પ્રશાશનના મહિલા સુરક્ષાના દાવોઓની પોલ ખોલી રહ્યો છે.

By Ankit Patel
|
Google Oneindia Gujarati News

હરિયાણામાં એક મહિલાની પટ્ટાથી પિટાઈનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જે સરકાર અને પોલીસ પ્રશાશનના મહિલા સુરક્ષાના દાવોઓની પોલ ખોલી રહ્યો છે. આ વીડિયોમાં ઘણા પોલીસવાળા એક મહિલાની બેરહેમીથી પીટાઈ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો વાયરલ થયા પછી વરિષ્ઠ અધિકારીઓ ઘ્વારા આરોપી પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસવાળા મહિલાની પટ્ટાથી પિટાઈ કરી રહ્યા હતા

પોલીસવાળા મહિલાની પટ્ટાથી પિટાઈ કરી રહ્યા હતા

પૂછપરછ દરમિયાન એક મહિલાને પટ્ટાથી મારતા બે હેડ કોન્સ્ટેબલને નિલંબિત કરી દેવામાં આવ્યા છે અને ત્રણ એસપીઓ બરખાસ્ત કરી દેવામાં આવ્યા છે. આ બધા સામે કેસ નોંધી લેવામાં આવ્યો છે જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ગયા વર્ષે ઓક્ટોબરનો છે. વીડિયોમાં જોવા મળી રહેલા પાંચ પોલીસકર્મીઓની ઓળખ હેડ કોન્સ્ટેબલ બલદેવ અને રોહિત, એસપીઓ કૃષ્ણ, હરપાલ અને દિનેશ તરીકે થઈ છે.

પાંચ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી

પાંચ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી

ફરીદાબાદ પોલીસ આયુક્ત સંજય કુમારે જણાવ્યું કે પોલીસકર્મીઓએ કાનૂનનું ઉલ્લંઘન કર્યું અને હરિયાણા પોલીસને શર્મસાર કરવાનું કામ કર્યું છે. આપને જણાવી દઈએ કે વીડિયોમાં એક સાડી પહેરેલી મહિલા જોવા મળી રહી છે, જયારે પોલીસકર્મીઓએ તેને ઘેરી લીધી છે. તેઓ મહિલાને ઘેરીને તેની સાથે ગાળાગાળી કરીને તેને પટ્ટાથી મારતા જોવા મળી રહ્યા છે.

ગયા વર્ષે ઓકટોબરનો વીડિયો

ગયા વર્ષે ઓકટોબરનો વીડિયો

જણાવવામાં આવી રહ્યું છે કે ફરિદાબાદના આદર્શ ચોંકીને સૂચના મળી હતી કે પાર્કમાં એક વ્યક્તિ અને મહિલા અશ્લીલ હરકતો કરી રહ્યા છે. પોલીસે ત્યાં પહોંચી ત્યારે મહિલા સાથે જે વ્યક્તિ હતો તે ફરાર થઇ ગયો અને પોલીસે મહિલાને પકડી લીધી. ત્યારપછી પોલીસે પૂછપરછના નામે તેની પટ્ટાથી પીટાઈ કરી. મહિલા તેમની સાથે પોતાની નંબર પણ શેર કરી રહી છે અને આજીજી કરી રહી છે કે તેને કઈ જ ખબર નથી. પરંતુ પોલીસવાળા તેની વાત સાંભળતા નથી અને તેની પટ્ટાથી પીટાઈ કરે છે.

વીડિયો વાયરલ થતા હડકંપ મચ્યો

વીડિયો વાયરલ થતા હડકંપ મચ્યો

આ ઘટનાનો વીડિયો આટલા સમય પછી સામે આવ્યો ત્યારે પોલીસ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરતા બે કોન્સ્ટેબલ અને ત્રણ એસપીઓ સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસ પ્રવકતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસકર્મીઓને જયારે આ પ્રકારની સૂચના મળી ત્યારે તેમને નિયમ અનુસાર મહિલા પોલીસનો સહયોગ લેવો જોઈતો હતો. તેની જાંચ અને પૂછપરછ પણ મહિલા પોલીસકર્મી ઘ્વારા જ કરવામાં આવવી જોઈએ. આ મામલે હરિયાણા રાજ્ય મહિલા આયોગે આરોપી પોલીસકર્મીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માંગ કરી છે.

English summary
women publicly thrashed, 5 policemen dismissed after video goes viral
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X