મોદી મુસ્લિમોની મદદ કરનારા સૌથી સારા વ્યક્તિ: હાશિમ અંસારી
ફૈઝાબાદ, 3 ડિસેમ્બર: બાબરી મસ્જિદ કેસના મુસ્લિમ પૈરોકાર અને મુદ્દઇ હાશિમ અંસારીએ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે મોદીને રાજકીય
ફાયદો નહીં ઊઠાવનાર અને કોમની મદદ કરનાર સારા વ્યક્તિ છે. આ પહેલા હાશિમે બાબરી મસ્જિદ કેસની વકાલત નહીં કરવા અને રામલલાને આઝાદ જોવાની ઇચ્છા વ્યક્ત કરતા ચકચાર મચાવી દીધી હતી.

92 વર્ષીય હાશિમ અંસારી છેલ્લા 65 વર્ષથી બાબરી મસ્જિદનો કેસ લડી રહ્યા છે. તેમની સૌથી મોટી ખાસીયત એ છે કે આ કેસમાં તેઓ મુસ્લિમ પક્ષ તરફથી સૌથી દમદાર વકાલત કરનારા માનવામાં આવે છે.

હાશિમે જણાવ્યું કે એમપી, એમએલએ સત્તા પાસેથી રૂપિયા લઇ જાય છે, પરંતુ દેશ પર ખર્ચ નથી કરતા. મોદી તેમની પાસે હિસાબ તો માંગી રહ્યા છે. માટે મોદી સૌથી સુંદર વ્યક્તિ છે અને હું તેમનું સમર્થન કરું છું.
કહી દઇએ કે 1949માં જ્યારે વિવાદિત સ્થળથી મૂર્તિઓ મળી હતી, તે સમયે જે લોકોને એરેસ્ટ કરવામાં આવ્યા હતા, તેમાં હાશિમ હણ હતા. 1961માં જ્યારે વક્ફ બોર્ડે કેસ ફાઇલ કર્યો હતો, તેમાં પણ હાશિમ મુદ્દઇ બનાવવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
