પત્નીનો આરોપ: પાકિસ્તાની યુવતી સાથે હોટલમાં રોકાયા શમી

Posted By:
Subscribe to Oneindia News

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મોહમ્મદ શમી પર તેમની પત્ની ઘ્વારા આરોપોની લાઈન લગાવી દેવામાં આવી છે. મોહમ્મદ શમી ની પત્ની હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને તે બધું જ કર્યું જે શમી ઘ્વારા કહેવામાં આવ્યું પરંતુ અંતે તેના પર અત્યાચાર કરવામાં આવ્યો. એટલું જ નહીં પરંતુ પત્ની હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ક્યારેય પણ એક પત્નીનો દરજ્જો આપવામાં આવ્યો નથી. તેમને આગળ જણાવ્યું કે શમી બહુ મોટો ફ્લર્ટ કરનાર છે. તે શમી ને તલાક નહીં આપે પરંતુ કોર્ટ સુધી લઇ જશે. ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મોહમ્મદ શમી ઘ્વારા પત્નીના આરોપોનો પણ જવાબ આપવામાં આવ્યો છે. શમી ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની ગેમ ખરાબ કરવા માટે આવું કરવામાં આવી રહ્યું છે. શમી ઘ્વારા બધી જ માહિતી ખોટી છે તેવું જણાવવામાં આવ્યું. તો વિસ્તારથી જાણો શુ છે આખો મામલો.

પાકિસ્તાની યુવતી સાથે હોટલમાં રોકાયા શમી

પાકિસ્તાની યુવતી સાથે હોટલમાં રોકાયા શમી

મોહમ્મદ શમી ની પત્ની હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે શમી જયારે દક્ષિણ આફ્રિકા થી દુબઇ ગયો ત્યારે એક યુવતીને મળ્યો. તે અલીશા નામની પાકિસ્તાની યુવતી છે. દુબઇમાં શમી તેની સાથે હોટલમાં રોકાયો. યુવતી સાથે રૂમ શેર કર્યો, રોમાન્સ કર્યો, સેક્સ કર્યો. ત્યારપછી મારી સાથે અહીં આવી મારપીટ કરી.

ચેટ પર થતી ગંદી વાતો

ચેટ પર થતી ગંદી વાતો

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મોહમ્મદ શમી પર તેમની પત્ની ઘ્વારા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. હસીન જહાં ઘ્વારા તેની ફેસબૂક વોલ પર તેને સંબંધિત પોસ્ટ પણ કરવામાં આવી. જેમાં વહાર્ટસપ સ્ક્રીન શોટ શેર કરવામાં આવ્યા છે. આ સ્ક્રીન શોટ શમી અને બીજી યુવતીઓ સાથે ચેટ બતાવી રહી છે.

શમી ઘ્વારા કહેવામાં આવી આ વાત

શમી ઘ્વારા કહેવામાં આવી આ વાત

પોતાના પર લાગી રહેલા આરોપો વિશે મોહમ્મદ શમી ઘ્વારા સફાઈ આપવામાં આવી છે. મોહમ્મદ શમી ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે જેટલી પણ ખબર અમારા વિશે ચાલી રહી છે તે બધી જ ખોટી છે. મારી ગેમ ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

English summary
Hasin jahan accuses mohammad shami of having extramarital affair with a pakistan girl.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.