કોહલી જેમ બોલિવૂડ અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો શમી

Posted By:
Subscribe to Oneindia News

પત્ની હસીન જહાં ઘ્વારા લગાવવામાં આવેલા આરોપો પછી ક્રિકેટર મોહમ્મદ શમી વિવાદોમાં ફસાઈ ચુક્યો છે. પત્ની હસીન જહાં ઘ્વારા શમી પર બેવફાઈ ની સાથે સાથે શારીરિક અને માનસિક રીતે ઉત્પીડન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. પત્ની હસીન જહાં ઘ્વારા મોહમ્મદ શમી પર વધુ એક ખુલાસો કરવામાં આવ્યો છે. પત્ની હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે મોહમ્મદ શમી પણ વિરાટ કોહલી જેમ એક બોલિવૂડ અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો.

બોલિવૂડ અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો

બોલિવૂડ અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો

બીજી યુવતીઓ સાથે ચેટ અને તસવીરો સોશ્યિલ મીડિયા પર પોસ્ટ કર્યા પછી પત્ની હસીન જહાં ઘ્વારા જણાવવામાં આવ્યું કે શમી એક સેલિબ્રિટી સાથે લગ્ન કરવા માંગતો હતો. હસીન જહાં મુજબ મોહમ્મદ શમી પણ વિરાટ કોહલી જેમ એક બોલિવૂડ અભિનેત્રી સાથે લગ્ન કરવા માંગતો હતો. શમીને લાગતું હતું કે તેને જલ્દી લગ્ન કરીને મોટી ભૂલ કરી નાખી છે.

શારીરિક અને માનસિક રીતે ઉત્પીડન

શારીરિક અને માનસિક રીતે ઉત્પીડન

પત્ની હસીન જહાં ઘ્વારા જણાવ્યા અનુસાર શમીએ તેને શારીરિક અને માનસિક રીતે ઉત્પીડન કર્યું છે. તેના કારણે મેં મોડેલિંગ કરિયર અને નોકરી છોડી દીધી. તે મારી પાસે વારંવાર તલાક માંગતો હતો.

ફેસબૂક પર શમીની ચેટ વાયરલ

ફેસબૂક પર શમીની ચેટ વાયરલ

ક્રિકેટર મોહમ્મદ શમી ની પત્ની અને પૂર્વ મોડલ હસીન જહાં ઘ્વારા તેના પતિ પર બીજી યુવતી ઓ સાથે અવેધ સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. હસીન જહાં ઘ્વારા તેના ફેસબૂક એકાઉન્ટ પર ઘણી તસવીરો અને ચેટ પણ શેર કરવામાં આવી હતી. તેમને જણાવ્યું હતું કે તેમની પાસે ઘણા પુરાવા છે જે સાબિત કરે છે કે તેના પતિના અવેધ સંબંધ છે.

શમીએ આરોપો થી ઇન્કાર કર્યો

શમીએ આરોપો થી ઇન્કાર કર્યો

ક્રિકેટર મોહમ્મદ શમી ઘ્વારા બધા જ આરોપો ખોટા હોવાનું જણાવવામાં આવ્યું છે. શમી ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ બધું તેના વિરુદ્ધ એક ક્ષળયંત્ર છે. તે પોતાની પત્ની સાથે જ રહેવા માંગે છે. આ વખતે તેમને હોળી પણ એક સાથે જ મનાવી હતી. ખબર નહીં તે આવું કેમ કરે છે.

English summary
Hasin jahan says mohammed shami wanted to marry bollywood actress like virat kohli.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.