હાથરસમાં 4 વર્ષની માસૂમ બાળકી પર તેના જ સંબંધીએ કર્યો રેપ, પોલિસે પકડ્યો
એક વાર ફરીથી માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના હાથરસથી સામે આવી છે.
લખનઉઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષીય યુવતી સાથે કથિત રીતે ગેંગરેપ બાદ મોત થઈ ગયુ હતુ. આ ઘટનાના વિરોધમાં લોકોનો ગુસ્સો હજુ શાંત પણ નથી થયો કે એક વાર ફરીથી માનવતાને શરમમાં મૂકે તેવી ઘટના હાથરસથી સામે આવી છે. માહિતી અનુસાર અહીં 4 વર્ષની માસૂમ બાળકી સાથે તેના જ સંબંધીઓ કથિત રીતે રેપ કર્યો છે. સીઓ રુચિ ગુપ્તાએ જણાવ્યુ કે આ ઘટના સસની વિસ્તારની છે જ્યાં 4 વર્ષની માસૂમ બાળકી સાથે તેના જ સંબંધીએ કથિત રીતે રેપ કર્યો છે. આરોપીને પોલિસે પકડી લીધો છે અને તેની સામે આઈપીસીની અલગ અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આરોપ છે કે મંગળવારે રાતે યુવકે માસૂમને ચોકલેટ ખવડાવવાના બહાને ઘરે લઈ ગયો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ કર્યુ. આરોપી યુવક સંબંધમાં બાળકીને પિતરાઈ ભાઈ થાય છે. જ્યારે ઘણી વાર સુધી બાળકી ઘરે પાછી ન આવી તો પરિવારવાળાએ તેની શોધ કરવી ચાલુ કરી. ઘણી વાર પછી બાળકી આરોપીના ઘરે રોતી મળી. પરિવારવાળાના પૂછવા પર બાળકીએ આખી ઘટના જણાવી. પરિવારજનોએ આ બાબતની માહિતી પોલિસને આપી ત્યારબાદ પોલિસે આરોપીને પકડી લીધો. બાળકીને ઈલાજ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. આરોગ્ય કેન્દ્ર જ્યાં બાળકીનો ઈલાજ ચાલી રહ્યો હતો ત્યાં ગ્રામીણોની ભીડ થઈ ગઈ. ત્યારબાદ પોલિસ અધિકારી રુચિ સિંહ ઘટના સ્થળે પહોંચ્યા અને તેમણે પરિવારજનો સાથે વાત કરી.












Click it and Unblock the Notifications
