For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાથરસમાં પીડિત પરિવારને મળવા જઈ શકે છે રાહુલ-પ્રિયંકા, જિલ્લાની સીમાઓ સીલ, કલમ 144 લાગુ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે પીડિતાના પરિવારને મળવા હાથરસ જશે.

|
Google Oneindia Gujarati News

હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં ગેંગરેપનો શિકાર બનેલી દલિત કિશોરીના બળજબરીથી અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા જેના પર ઘણા સવાલ ઉઠી રહ્યા છે. વળી, કિશોરી સાથે થયેલી હેવાનિયત પર રાજકારણ ગરમાયુ છે. આ બધા વચ્ચે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે પીડિતાના પરિવારને મળવા હાથરસ જશે. પ્રિયંકા ગાંધી સાથે તેમના ભાઈ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ સાથે હશે. વળી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીન હાથરસ આવવાના સમાચારોના કારણે સીમાઓ સીલ કરી દેવામાં આવી. સાથે જ જિલ્લામાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે જે હેઠળ પાંચથી વધુ લોકોને એક જગ્યાએ એકઠા થવાની અનુમતિ નથી.

પીડિતાના ઘરે જતા રસ્તા બ્લૉક કરી દેવામાં આવ્યા

પીડિતાના ઘરે જતા રસ્તા બ્લૉક કરી દેવામાં આવ્યા

મીડિયા રિપોર્ટ્સ મુજબ રાહુલ ગાંધી અને પ્રિયંકા સવારે 11 વાગ્યા આસપાસ હાથરસ માટે રવાના થઈ શકે છે. જો કે તે કેટલા વાગે હાથરસ આવશે તે સ્પષ્ટ નથી. વળી, બીજી તરફ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના આવવાની સૂચના પર યુપી પોલિસ એલર્ટ પર છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે બંનેને ડીએનડી પર જ રોકવામાં આવી શકે છે. એટલુ જ નહિ પ્રશાસને જિલ્લામાં 31 ઓક્ટોબર સુધી માટે કલમ 144 લગાવી દીધી છે. હાથરસ જિલ્લાની બધી સીમાઓને સીલ કરી દેવામાં આવી છે. ગામમાં બેરિકેડિંગ કરીને પીડિતાના ઘરે જતા રસ્તા બ્લૉક કરી દેવામાં આવ્યા છે.

ગામને છાવણીમાં ફેરવ્યુ, મુખ્ય માર્ગ પર બેરિકેંડિંગ

ગામને છાવણીમાં ફેરવ્યુ, મુખ્ય માર્ગ પર બેરિકેંડિંગ

પીડિતાના ગામમાં પોલિસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. આખા ગામને છાવણીમાં ફેરવી દેવાયુ છે. કોઈ પણ બહારનો વ્યક્તિ ગામમાં પીડિતાના ઘર સુધી પહોંચી ન શકે તે માટે બહારના માર્ગ પર બેરિકેડિંગ લગાવવામાં આવી છે. મીડિયાવાળાને પણ ગામમાં જવાની મંજૂરી નથી. એડીએમ સ્તરે અધિકારી ગામમાં એન્ટ્રી પોઈન્ટ પર તૈનાત છે.

ડીએમ-એસપીએ કહ્યુ શહેરમાં નહિ ઘૂસવા દઈએ

ડીએમ-એસપીએ કહ્યુ શહેરમાં નહિ ઘૂસવા દઈએ

હાથરસ જિલ્લાના ડીએમ અને એસપી વિક્રાંત વીરે જણાવ્યુ છે કે અમે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના આવવા અંગે કોઈ પ્રોટોકૉલ હેઠળ માહિતી મળી નથી. હાથરસ જિલ્લાની સીમાઓ સીલ છે. જિલ્લામાં સીઆરપીસીની કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 5થી વધુ લોકોના એકઠા થવાની મંજૂરી નથી. કોઈને હાથરસ તરફ નહિ આવવા દેવામાં આવે કારણકે રાજકીય એલિમેન્ટ્સના કારણે ભીડ વધી શકે છે. કાયદો અને વ્યવસ્થા બગડવાની આશંકાને જોતા તેમને સીમાઓ પર રોકવામાં આવશે.

ભારતીય જળ સીમામાં ઘૂસી રહ્યા હતા પાકિસ્તાની, 1 માછીમાર સહિત 4 બોટ BSFએ કરી જપ્તભારતીય જળ સીમામાં ઘૂસી રહ્યા હતા પાકિસ્તાની, 1 માછીમાર સહિત 4 બોટ BSFએ કરી જપ્ત

English summary
Hathras Gangrape: Rahul gandhi and Priyanka gandhi may go to meet victim's family. District borders sealed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X