For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાથરસ ગેંગરેપઃ પીડિતાના પિતાએ પોલિસના દાવાને ફગાવ્યો, અમારી ગેરહાજરીમાં અંતિમ સંસ્કાર

બુધવારે પીડિતાના પિતાએ મીડિયાકર્મી સાથે વાત કરીને પોલિસના દાવા પર નિવેદન આપ્યુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં થયેલી હેવાનિયતે એક વાર ફરીથી નિર્ભયા ગેંગરેપની યાદ અપાવી દીધી. હાથરસ ગેંગરેપ પીડિતાના પરિવારવાળાનો આરોપ છે કે દીકરીના મોત બાદ તેમની મરજી વિરુદ્ધ બળજબરીથી તેના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. ગેંગરેપ કાંડ અને પરિવારજવોના આરોપ બાદ હવે યુપી સરકાર ઉપર સવાલ ઉઠી રહ્યા છે. આ દરમિયાન પોલિસનુ કહેવુ છે કે અંતિમ સંસ્કાર સમયે પીડિતાના પરિવારજન હાજર હતા. બુધવારે પીડિતાના પિતાએ મીડિયાકર્મી સાથે વાત કરીને પોલિસના દાવા પર નિવેદન આપ્યુ છે.

અમે લોકો અંતિમ સંસ્કાર સમયે હાજર નહોતા

અમે લોકો અંતિમ સંસ્કાર સમયે હાજર નહોતા

એનડીટીવીના સમાચાર અનુસાર હાથરસ ગેંગરેપ પીડિતાના પિતાએ પોલિસના દાવાને ફગાવી દીધો છે. પોલિસનો દાવો છે કે તેમની પાસે એક વીડિયો છે જેમાં અંતિમ સંસ્કાર સમયે પીડિતાના પરિવાર તરફથી એક વૃદ્ધ સ્મશાન ઘાટમાં હાજર હતા. આ દાવા પર પીડિતાના પિતાએ કહ્યુ, 'વીડિયોમાં દેખાઈ રહેલ વૃદ્ધ સંબંધે કાકા થાય છે પરંતુ પીડિતાનો પરિવાર તો અમે લોકો છે. તેમને પોલિસે બોલાવીને માત્ર બતાવી દીધા, અમે લોકો અંતિમ સંસ્કાર સમયે હાજર નહોતા.'

રાતના સમયે દીકરીના અંતિમ સંસ્કાર કરવા માટે રાજી નહોતા

રાતના સમયે દીકરીના અંતિમ સંસ્કાર કરવા માટે રાજી નહોતા

પીડિતાના પિતાએ આગળ કહ્યુ, 'અંતિમ સંસ્કાર દરમિયાન અમારા પરિવારમાંથી ત્યાં કોઈ હાજર નહોતુ. છોકરીની મા પણ નહિ, હું પણ નહિ, તેઓ ત્યાંથી જ દીકરીના અંતિમ સંસ્કાર કરી ચાલ્યા ગયા.' પિતાએ કહ્યુ, અમે રાતના સમયે દીકરીના અંતિમ સંસ્કાર કરવા માટે રાજી નહોતા પરંતુ પોલિસવાળા માન્યા નહિ, અમે લોકો સવારના સમયે હિંદુ રીતરિવાજથી બધા સંબંધીઓની હાજરીમાં અંતિમ યાત્રા કાઢવા ઈચ્છતા હતા પરંતુ તેમણે અમારી એક ન ચાલવા દીધી.

સીએમ યોગીએ કરી એસઆઈટીની રચના

સીએમ યોગીએ કરી એસઆઈટીની રચના

તમને જણાવી દઈએ કે 19 વર્ષીય દલિત યુવતી સાથે હેવાનિયત અને બાદમાં પોલિસવાળાન અમાનવીયતાથી આખા દેશમાં આક્રોશ છે. વળી, આ કાંડ બાદ વિપક્ષના નિશાને આવેલી યોગી સરકારે તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. આ ટીમ સાત દિવસમાં રિપોર્ટ સોંપશે. આ ટીમમાં દલિત અને મહિલા અધિકારી પણ શામેલ છે. ગૃહ સચિવ ભગવાન સ્વરૂપ, ડીઆઈજી ચંદ્રપ્રકાશ અને સેનાનાયક પીએસી આગરા પૂનમ એસઆઈટીના સભ્ય હશે. સીએમ યોગીએ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લાવવાના નિર્દેશ પણ આપ્યા છે. ચારે આરોપીઓની ધરપકડ પહેલા જ થઈ ચૂકી છે.

બાબરી કેસઃ વિશેષ CBI જજ યાદવનો લંબાવવામાં આવ્યો હતો કાર્યકાળબાબરી કેસઃ વિશેષ CBI જજ યાદવનો લંબાવવામાં આવ્યો હતો કાર્યકાળ

English summary
Hathras victim father rejects police claim and said Cremated in our absence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X