UPPSC ઇન્ટર્વ્યૂ પર 10 દિવસ સુધી પ્રતિબંધ
લખનઉ, 22 જુલાઇ : ઇલાહાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશ લોકસેવા પંચની પરીક્ષાઓમાં નવી અનામત નિયમ પર આજે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. કોર્ટે આ અંગેના નિર્ણયને 10 દિવસ માટે ટાળી દેવામાં આવી છે. કોર્ટે ઇન્ટર્વ્યૂ પર પ્રતિબંધ લાદી દીધો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાંક દિવસો સુધી આ મુદ્દા પર ઇલાહાબાદમાં વિદ્યાર્થીઓએ જોરદાર હોબાળો મચાવ્યો હતો. આજે કોઇપણ પ્રકારના હોબાળાને ટાળવા માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
હાઇકોર્ટમાં ઉત્તરપ્રદેશ લોકસેવા પંચમાં પછાત જાતિઓને ઘણા તબક્કામાં અનામત આપવાના મામલે આજે સુનવણી થઇ. સુરક્ષાની દ્રષ્ટીએ ઇલાહાબાદ યુનિવર્સિટી અને ઉત્તર પ્રદેશ લોકસેવા પંચના કાર્યાલયની આસપાસના વિસ્તારોની બેરિકેડિંગ કરી દેવામાં આવી હતી.

વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓનો આરોપ હતો કે નવા નિયમોના કારણે પંચની પરીક્ષાઓમાં સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓની બેઠક ઓછી થઇ જશે. રવિવારે વિદ્યાર્થીઓએ ધરણા પ્રદર્થનમાં કેન્ડલ માર્ચ પણ કાઢી હતી.












Click it and Unblock the Notifications
