• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અજય દેવગણની ફિલ્મ ભુજ:ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાની HD કોપી ઈન્ટરનેટ પર લીક!

|
Google Oneindia Gujarati News

અજય દેવગન અભિનીત ફિલ્મ ભુજ:ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા 13 ઓગસ્ટે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ છે. ચાહકો આ ફિલ્મ માટે ખૂબ જ ઉત્સાહિત હતા. લાંબા સમય બાદ અજય દેવગનની એક ફિલ્મ રિલીઝ થઈ છે, પરંતુ રિલીઝ થયાની થોડી જ મિનિટોમાં આખી મૂવી ઓનલાઈન લીક થઈ ગઈ હતી, તે પણ HD માં.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મને વિવેચકો અને પ્રેક્ષકો તરફથી નકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. બીજી તરફ ફિલ્મ લીક થતા મેકર્સ માટે નિરાશાજનક સમાચાર આવ્યા છે. આ પહેલા પણ OTT પર રિલીઝ થયેલી ફિલ્મોને પાયરસીનો સામનો કરવો પડ્યો હતો. મેકર્સ આનાથી ખૂબ નારાજ છે. આ વર્ષે રિલીઝ થયેલી રાધે, હંગામા 2, શેરની, મિમી જેવી તમામ ફિલ્મો ઓનલાઇન લીક થઈ હતી. કિર્તી સેનનની મિમીને તો પાઇરસીના કારણે 6 કલાક પહેલા જ રિલીઝ કરવી પડી હતી.

ફિલ્મ પાયરસી

ફિલ્મ પાયરસી

છેલ્લા કેટલાક સમયથી પાયરસીની સમસ્યા ફિલ્મ ઉદ્યોગમાં મોટી સમસ્યા બની ગઈ છે. માત્ર હિન્દીમાં જ નહીં, પણ અંગ્રેજી, તમિલ, તેલુગુ, મલયાલમ જેવી ભાષાઓમાં પણ ફિલ્મો લીક થયાના અહેવાલો છે. તો આ અટક્યુ નથી.

તમિલરોકર્સ શું છે?

તમિલરોકર્સ શું છે?

તમિલરોકર્સની વાત કરીએ તો થોડા સમય પહેલા આ વેબસાઈટ પર લગામ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પરિણામ જોવા મળ્યું નથી. આજે પણ દરેક બોલીવુડ, હોલીવુડ ફિલ્મ રીલીઝ થતાની સાથે જ પાયરસીનો શિકાર બની રહી છે. જેના કારણે નાના બજેટની ફિલ્મો સાથે મોટી ફિલ્મો પણ નુકસાન ઉઠાવવુ પડે છે. તમને જણાવી દઈએ કે, તમિલરોકર્સ એક ટોરેન્ટ વેબસાઈટ છે, જે ગેરકાયદે બોલીવુડ, ટોલીવુડ, હોલીવુડ ફિલ્મો ડાઉનલોડ કરવા માટે ઓનલાઈન પૂરી પાડે છે. 2018 થી અત્યાર સુધી લગભગ તમામ ફિલ્મો આ વેબસાઈટ પર લીક થઈ ચૂકી છે.

પાયરસીને લઈને કાયદામાં બદલાવ

પાયરસીને લઈને કાયદામાં બદલાવ

ફિલ્મોની પાયરસી અટકાવવા માટે કેબિનેટે સિનેમેટોગ્રાફી એક્ટ 1952 માં ફેરફારને મંજૂરી આપી દીધી છે. અધિનિયમ 6A માં નવો વિભાગ ઉમેરવામાં આવશે. આ પછી નિર્માતા કે કંપનીની પરવાનગી વગર કોઈપણ ફિલ્મ રેકોર્ડ કરવી ગુનો બનશે. આમ કરવાથી આરોપીને ત્રણ વર્ષ સુધીની સજા અથવા તો 10 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બંને થશે.

પાયરસી ગુનો છે

પાયરસી ગુનો છે

તમને જણાવી દઈએ કે ભારતીય કાયદા હેઠળ પાયરસી એક ગુનો છે. ફિલ્મની રિલીઝ પહેલા આજકાલ, અભિનેતાઓ, દિગ્દર્શકો લોકોને વિનંતી કરે છે કે કૃપા કરીને ફિલ્મ થિયેટરમાં જઈને જુઓ. પરંતુ પાઇરસી વધી રહી છે. તેના પર અંકુશ લગાવવો જરૂરી બની ગયો છે.

ભુજ:ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા

ભુજ:ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા

ભુજની વાત કરીએ તો બોલીવુડમાં દેશભક્તિ અને યુદ્ધને લગતી ઘણી ફિલ્મો બની છે. જો આ ફિલ્મોમાં સૌથી નબળી ફિલ્મોની યાદી બનાવવામાં આવે તો 'ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા' ચોક્કસપણે સામેલ થશે. અજય દેવગન, સંજય દત્ત, સોનાક્ષી સિંહા, શરદ કેલકર જેવા કલાકારો પણ અભિનયમાં નબળા દેખાયા છે. દિગ્દર્શન, અભિનય, એક્શન, પટકથા, સિનેમેટોગ્રાફી જેવી દરેક બાબતમાં ખૂબ જ નબળી ફિલ્મ સાબિત થઈ રહી છે.

English summary
HD copy of Ajay Devgn's film Bhuj: The Pride of India leaked on internet!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X