કોરોના વાયરસ પર આરોગ્ય મંત્રી હર્ષવર્ધનઃ તપાસ માટે 15 લેબ બની, 19 હજુ બનાવીશુ
ગુરુવારે આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કોરોના વાયરસ વિશે રાજ્યસભામાં નિવેદન આપ્યુ.
ભારતમાં કોરોના વાયરસે દસ્તક દીધા બાદ કેન્દ્ર અને રાજ્યોની સરકારો આનાથી લડવા માટે કમર કસી રહી છે. ગુરુવારે આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કોરોના વાયરસ વિશે રાજ્યસભામાં નિવેદન આપ્યુ. તેમણે જણાવ્યુ કે 4 માર્ચ સુધી દેશમાં કોરોના વાયરસના 29 પૉઝિટિવ કેસ સામે આવ્યા છે અને આ બધાને ડૉક્ટરોના નીરિક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

પીએમ મોદી ખુદ આની કમાન સંભાળી રહ્યા છે
કોરોના વાયરસ(કોવિડ 19)થી ઉત્પન્ન સ્થિતિ અને ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહેલ પગલા પર રાજ્યસભામાં બોલતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યુ કે ઈટલીથી આવેલા પર્યટક કોરોના વાયરસથી સંક્રમિત છે, હું રોજ તેમની સ્થિતિની સમીક્ષા કરી રહ્યો છુ. તેમણે કહ્યુ કે મંત્રીઓનુ એક ગ્રુપ પણ સતત સ્થિતિનુ નિરીક્ષણ કરી રહ્યુ છે. તેમણે કહ્યુ કે પીએમ મોદી ખુદ આની કમાન સંભાળી રહ્યા છે.

કેન્દ્ર દ્વારા લેવાઈ રહેલ પગલાંની માહિતી
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યુ કે 4 માર્ચ સુધી કુલ 28529 વ્યક્તિઓને સામૂહિક નિરીક્ષણ હેઠળ લાવવામાં આવ્યા અને તેમનુ નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. ડૉ. હર્ષવર્ધન લોકસભામાં પણ કોરોના વાયરસ માટે કેન્દ્ર દ્વારા લેવાઈ રહેલ પગલાંની માહિતી આપશે. તેમણે જણાવ્યુ કે 4 માર્ચ સુધી 6 લાખ 11 હજાર 176 મુસાફરોની અલગ અલગ જગ્યાઓએ સ્ક્રીનિંગ કરવામાં આવી ચૂકી છે. સાથે જ તેમણે જણાવ્યુ કે આની તપાસ માટે 15 લેબ બનાવવામાં આવી છે જ્યારે વધુ 19 લેબ તૈયાર કરવામાં આવી રહી છે.

હોળી મિલન કાર્યક્રમ નહિ
તમને જણાવી દઈએ કે ગુડગાંમમાં પેટીએમનો એક કર્મચારી પણ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યો છે. સ્થિતિની ગંભીરતાનો અંદાજ આનાથી પણ લગાવી શકાય છે કે ખુદ પ્રધાનમંત્રી રોજ સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. આ વાયરસ દુનિયાભરમાં 3000 લોકોનો જીવ લઈ ચૂક્યો છે. પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે કોરોના વાયરસથી ઉત્પન્ન સ્થિતિના કારણે તે આ વખતે હોળી મિલન કાર્યક્રમમાં શામેલ નહિ થાય.












Click it and Unblock the Notifications
