HIV એઇડ્સને રોકવા માટે કોંડોમ નહીં, ભારતીય સંસ્કૃતિનો પ્રચાર જરૂરી: હર્ષવર્ધન
નવી દિલ્હી, 24 જૂન: અસુરક્ષિત શારીરિક સંબંધોથી થનારી બીમારી એચઆઇવી એઇડ્સ ભારત માટે એક મોટો પડકાર છે. પરંતુ તેનો સફાયો કરવા માટે મોદી સરકારનો પ્લાન કંઇક જુદો જ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધનનું કહેવું છે કે આ બીમારીથી પાર ઉતરવા માટે સરકારે કંડોમના ઉપયોગને પ્રોત્સાહનના બદલે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરવા પર ભાર મૂક્યો છે.
અમેરિકન અખબાર 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ'ને આપેલા ઇંટર્વ્યૂમાં સ્વાસ્થ્ય મંત્રીએ આ વાત કહીને સંભવિત વિવાદને જન્મ આપી દીધો છે. તેમણે જણાવ્યું છે કે તેઓ એવું ઇચ્છે છે કે એચઆઇવી-એઇડ્સ પર કાબૂ મેળવવા માટે 'પતિ-પત્નીની વચ્ચે ઇમાનદાર શારીરિક સંબંધો'ને પ્રોત્સાહન આપવામાં આવે, જે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે.
બીમારી પર વાત કરતા સ્વાસ્થ્ય મંત્રી વૈજ્ઞાનિકતાનો પાલવ છોડીને નૈતિકતાનો પાઠ ભણાવવા લાગ્યા. અમેરિકન અખબારને હર્ષવર્ધને જણાવ્યુ કે 'કોંડોમના ઉપયોગનો પ્રચાર કરવાથી ખોટો સંદેશ જાય છે અને તેના ઉપયોગ દ્વારા બંધાતો દરેક પ્રકારનો સંબંધ યોગ્યની અનુભૂતિ કરાવે છે. માટે એઇડ્સ કેમ્પેઇનમાં માત્ર કોંડોમના ઉપયોગ પર જ ભાર ના મૂકાવો જોઇએ.' અત્રે નોંધનીય છે કે હર્ષવર્ધન પોતે ઇએનટી(નાક-કાન-ગળા)ના ડોક્ટર છે અને દિલ્હીમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે.
આ અંગેની મહત્વની માહિતી વાંચો સ્લાઇડરમાં...

કોંડોમના પ્રચારથી ખોટો સંદેશ જાય છે
બીમારી પર વાત કરતા સ્વાસ્થ્ય મંત્રી વૈજ્ઞાનિકતાનો પાલવ છોડીને નૈતિકતાનો પાઠ ભણાવવા લાગ્યા. અમેરિકન અખબારને હર્ષવર્ધને જણાવ્યુ કે 'કોંડોમના ઉપયોગનો પ્રચાર કરવાથી ખોટો સંદેશ જાય છે અને તેના ઉપયોગ દ્વારા બંધાતો દરેક પ્રકારનો સંબંધ યોગ્યની અનુભૂતિ કરાવે છે. માટે એઇડ્સ કેમ્પેઇનમાં માત્ર કોંડોમના ઉપયોગ પર જ ભાર ના મૂકાવો જોઇએ.' અત્રે નોંધનીય છે કે હર્ષવર્ધન પોતે ઇએનટી(નાક-કાન-ગળા)ના ડોક્ટર છે અને દિલ્હીમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે.

જોકે પ્રચારની અસર થઇ છે
અત્રે નોંધનીય છે કે 1986માં ભારતમાં એચઆઇવી-એઇડસ્નો પહેલો કેસ સામે આવ્યો હતો. એક સમયે તો એવો ભય હતો કે ક્યાંક આ આફ્રિકાની જેમ મહામારીનું રૂપ ધારણ ના કરી લે. 1992માં આ બીમારીને નાબૂદ કરવા માટે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇજેશન બનાવવામાં આવ્યું. આ સંસ્થાએ કોંડોમ અને સુરક્ષિત સોયનો ઉપયોગ કરવા અંગેનો પ્રચાર કર્યો.

21 લાખ લોકો છે એચઆઇવીની ચપેટમાં
સંસ્થાના પ્રમુખ સુબ્બારાજ કહે છે કે હાઇ રિસ્ક સમૂહોમાં કોંડોમના ઉપયોગનો પ્રચાર રોકવો યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે 'અતિ સંવેદનશીલ સમૂહના લોકોને અમે નૈતિકતાના પાઠ ભણાવી શકીએ નહીં'

એઇડ્સના મામલે ભારત દુનિયામાં ત્રીજા નંબરે
ભારતમાં એઇડ્સ જેવી બિમારીને રોકવા માટે સરકાર અને સંયુક્ત રાષ્ટ્ર સમિતિઓથી સંપૂર્ણ સમર્થન મળે છે. નાકોના એક અહેવાલ મૂજબ વર્ષ 2000થી 2011 સુધી નવા એચઆઇવી ઇંફેક્શનના મામલામાં 57 ટકાની ઉણપ આવી છે. જોકે એચઆઇવી સંક્રમિત લોકોની સંખ્યાની સરખામણીએ ભારત હજી પણ દુનિયામાં ત્રીજા નંબર પર છે. આ લગભગ 21 લાગ લોકો એચઆઇવીની ચપેટમાં છે.

Click it and Unblock the Notifications