અચાનક સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા સ્વાસ્થ્ય મંત્રી, ડૉક્ટર્સ સાથે મીટિંગ કરી
પંજાબમાં પૂર જેવા હાલાત વચ્ચે સ્વાસ્થ્ય મંત્રી ડૉ બલબીર સિંહે ગતરોજ નવાંશહરના સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે જિલ્લા પ્રશાસન અને ડૉક્ટર્સ સાથે મીટિંગ પણ કરી હતી.

આ અવસર પર આઇએમએ નવાંશહરે મુખ્યમંત્રી રાહત કોષમાં 1 લાખ રૂપિયા આપ્યા. તથા આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી ડૉ બલબીર સિંહે કહ્યું કે ફંડની કોઈ કમી નહીં રહે.
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીએ પંજાબમાં પોતાની સરકાર બનાવી લીધા બાદ હવે બીજા રાજ્યો પર પણ પોતાની નજર બનાવીને રાખી છે. બીજા રાજ્યોમાં પગપેસારો કરવા માટે આમ આદમી પાર્ટીએ અન્ય રાજ્યોની જનતાને દિલ્હી અને પંજાબમાં થતાં કાર્યોનાં સબૂત આપવાં પડશે.
જો કે આમ આદમી પાર્ટી પંજાબ અને દિલ્હીમાં જનતાના કાર્યોમાં કોઈ કસર નથી છોડી રહી. બંને રાજ્યોની સરકારના તમામ મંત્રીઓ ઈમાનદારીથી પોતાની ફરજ બજાવી રહ્યા હોવાનું પ્રતિત થઇ રહ્યું છે. પંજાબમાં પણ આમ આદમી પાર્ટી સરકારના કાર્યો વખાણવાલાયક છે.












Click it and Unblock the Notifications
