For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં હજુ કોરોનાનુ કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી પરંતુ સતર્ક રહોઃ આરોગ્ય મંત્રાલય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યુ છે કે દેશમાં હજુ સુધી કોરોના વાયરસ કમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્ટેજમાં નથી પહોંચ્યુ.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યુ છે કે દેશમાં હજુ સુધી કોરોના વાયરસ કમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્ટેજમાં નથી પહોંચ્યુ. માટે આના વિશે ગભરાવાની જરૂર નથી પરંતુ આપણે સૌએ સતર્ક રહેવાની ખૂબ જ જરૂર છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ છે કે ગુરુવારે કોરોનાના 16 હજાર ટેસ્ટ કરવામાં આવ્યા. આમાંથી 320 લોકોમાં જ સંક્રમણ મળ્યુ છે. એટલે કે 2 ટકા જ સંક્રમિત નીકળ્યા. આ સેમ્પલના આધારે અમે કહી શકીએ છે કે દેશમાં સંક્રમણનો દર વધુ નથી.

love agrawal

કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યુ છે કે એપ્રિલમાં ઘણા તહેવાર છે. એવામાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લૉકડાઉન માટે દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. લૉકડાઉનનુ કડકાઈથી પાલન થવુ જોઈએ.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી માહિતી આપવામાં આવી છે કે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા દેશમાં 6412 થઈ ગઈ છે. દેશમાં આ વાયરસથી 199 લોકોના મોત થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 591 કેસ સામે આવ્યા છે અને 33 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 503 દર્દીઓને ઈલાજ બાદ રજા મળી ગઈ છે.

આ પણ વાંચોઃ Good News: 101 વર્ષના દાદા કોરોના વાયરસને મ્હાત આપી ઘરે પાછા આવ્યાઆ પણ વાંચોઃ Good News: 101 વર્ષના દાદા કોરોના વાયરસને મ્હાત આપી ઘરે પાછા આવ્યા

English summary
Health Ministry on COVID 19 No community transmission in country yet no need to panic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X