દેશમાં છેલ્લા 24 કલાકમાં 9851 નવા કેસ અને 273 મોત, કુલ સંખ્યા 2 લાખ 26 હજારથી વધુ
દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. રોજના કેસોમાં 9 હજારને આસપાસ વધારો થઈ રહ્યો છે.
દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. રોજના કેસોમાં 9 હજારને આસપાસ વધારો થઈ રહ્યો છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શુક્રવારે સવારે જણાવ્યુ કે દેશમાં છેલ્લા 24 કલાકોમં કોવિડ-19ના 9,851 નવા કેસો સામે આવ્યા છે અને 273 મોત થયા છે. ભારતમાં હવે કોરોના પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 2,26,770 થઈ ગઈ છે. આમાં 1,10,960 સક્રિય કેસ, 1.09,462 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત કેસ અને 6,348 મોત શામેલ છે.

ક્યાં કેટલા કેસ?
હરિયાણામાં 327 નવા કેસ આવ્યા છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા હવે 3281 થઈ ગઈ છે જેમાં 1123 રિકવર/ડિસ્ચાર્જ અને 24 મોત શામેલ છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 33 મોત અને 492 નવા કેસ નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ કેસ 18,601 થઈ ગયા છે જેમાં 12,667 રિકવર/ડિસ્ચાર્જ અને 1155 મોત શામેલ છે. રાજસ્થાનમાં 210 નવા કેસ સામે આવ્યા. આ સાથે કુલ કેસોની સંખ્યા 9862 થઈ ગઈ છે. સક્રિય કેસ 2545 છે. જમ્મુ અને કાશ્મીરમાં 285 નવા કેસ સામે આવ્યા છે. કાશ્મીરમાં 222 અને જમ્મુમાં 63 નવા કેસ સામે આવ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ પૉઝિટીવ કેસ 3142 છે જેમાં 2059 સક્રિય કેસ શામેલ છે.

મુંબઈમાં પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 44,704
મધ્ય પ્રદેશમાં 174 નવા કેસ અને 6 મોત થયા છે. કુલ કેસોની સંખ્યા 8762 અને મરનારની સંખ્યા 377 થઈ ગઈ. સક્રિય કેસોની સંખ્યા 2748 છે. ઉત્તરાખંડમાં 8 નવા કેસ રિપોર્ટ કરવામાં આવ્યા. આ સાથે કુલ પૉઝિટીવ કેસોની સંખ્યા 1153 થઈ ગઈ છે. મુંબઈમાં 1442 નવા પૉઝિટીવ કેસ અને 48 મોત રિપોર્ટ થયા છે. મુંબઈમાં પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 44,704 સુધી પહોંચી ગઈ છે અને કુલ 1465 મોત થયા છે. વળી, આખા રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ 123 મોત થયા છે. મહારાષ્ટ્રમાં 2933 નવા કેસોની પુષ્ટિ બાદ કુલ કેસોની સંખ્યા 77,793 અને મોતની સંખ્યા 2719 થઈ છે.

કુલ 43,86,376 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા
પશ્ચિમ બંગાળમાં 368 નવા કોવિડ-19 કેસ અને 10 મોત રિપોર્ટ થયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ કેસોની સંખ્યા 6876 છે જેમાં 2768 રિકવર, 3753 સક્રિય અને 283 મોત શામેલ છે. ગોવામાં 40 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ પૉઝિટીવ કેસ 166 થઈ ગયા છે જેમાં 109 સક્રિય કેસ અને 57 રિકવર લોકો શામેલ છે. હિમાચલ પ્રદેશમાં પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા 383 છે જેમાં 199 સક્રિય કેસ અને 175 રિકવર લોકો શામેલ છે. તેલંગાનામાં 127 નવા કેસ નોંધવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 3147 થઈ ગઈ છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ(આઈસીએમઆર)ના જણાવ્યા મુજબ અત્યાર સુધી કુલ 43,86,376 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આમાંથી 1,43,661 સેમ્પલના ટેસ્ટ છેલ્લા 24 કલાકમાં કરવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
