For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 46 હજારને પાર, અત્યાર સુધી 1568ના મોત

ભારતમાં કોરોના વાયરસના પૉઝિટીવ કેસોની સંખ્યા વધીને 46433 થઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના કેસમાં સતત વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે મંગળવારે સવારે જણાવ્યુ કે ભારતમાં કોરોના વાયરસના પૉઝિટીવ કેસોની સંખ્યા વધીને 46433 થઈ ગઈ છે. જ્યારે આ મહામારીથી અત્યાર સુધી1568 લોકોના મોત થયા છે. કુલ 46433 કેસોમાં 32134 સક્રિય કેસ, 1568 મોત, 12727 રિકવર/ડિસ્ચાર્જ/માઈગ્રન્ટ શામેલ છે. છેલ્લા 24 કલાકમાં 3900 નવા કેસ સામે આવ્યા અને 195 મોત થયા છે. બંનેમાં આ અત્યાર સુધીનો સૌથી વધુ વધારો છે.

દિલ્લીમાં 349 નવા કેસ

દિલ્લીમાં 349 નવા કેસ

દિલ્લીમાં કોરોના વાયરસ સંક્રમણના 349 નવા કેસ સામે આવ્યા ત્યારબાદ અહીં કોરોના કેસોની કુલ સંખ્યા 4898 થઈ ગઈ. આ ઉપરાંત દિલ્લીમાં અત્યાર સુધી વાયરસથી 64 લોકોના જીવ ગયા છે. વળી, કોરોના સંક્રમણથી અત્યાર સુધી 1431 લોકો રિકવર થયા છે અને સક્રિય કેસોની સંખ્યા 3403 છે. મધ્ય પ્રદેશમાં સોમવારે સાંજે 6 વાગ્યા સુધી કોરોના વાયરસ સંક્રમણના 105 નવા કેસ નોંધાયા બાદ તેમની સંખ્યા વધીને 2942 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 1611 કેસ ઈન્દોર, 563 ભોપાલ, 166 ઉજ્જૈન અને 98 જબલપુરમાં છે.

કોરોનાના સર્વાધિક 4076 કેસ અમદાવાદમાં

કોરોનાના સર્વાધિક 4076 કેસ અમદાવાદમાં

ગુજરાત આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 376 નવા કેસ નોંધાયા બાદ તેમની સંખ્યા વધીને 5804 થઈ ગયા છે. સોમવારે કોરોના સંક્રમણથી 29 લોકોના મોત બાદ મૃતકોનો આંકડો વધીને 319 થઈ ગયો છે. વળી, રાજ્યમાં કોરોનાના સર્વાધિક 4076 કેસ અમદાવાદમાં મળ્યા છે. રાજસ્થાનમાં કોરોના સંક્રમણના 175 કેસ(89 જોધપુર, 29 જયપુર, 23 ચિત્તોડગઢ) નોંધાયા બાદ તેમની કુલ સંખ્યા 3061 થઈ ગઈ છે. રાજ્યમાં આજે 6 મોત બાદ મૃતકોનો આંકડો વધીને 77 થઈ ગયો. કોરોનાના સર્વાધિક 1022 કેસ જયપુર, 721 જોધપુર, 212 કોટા, 172 અજમેરમાં નોંધવામાં આવ્યા છે.

સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં પહેલુ સ્થાન મહારાષ્ટ્રનુ

સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં પહેલુ સ્થાન મહારાષ્ટ્રનુ

વળી, મહારાષ્ટ્રમાં કુલ સંક્રમિત કેસોની સંખ્યા 14541 થઈ ગઈ છે. વાયરરસથી રાજ્યમાં અત્યાર સુધી 583 લોકોના મોત થયા છે. જ્યારે રિકવર થનારા લોકોની સંખ્યા 2465 છે. કોરોના વાયરસથી દેશના સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં પહેલુ સ્થાન મહારાષ્ટ્રનુ જ છે. આ રાજ્ય દેશના બાકીના રાજ્યોના મુકાબલે સૌથી વધુ પ્રભાવિત છે. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં કુલ પૉઝિટીવ કેસ 726 થઈ ગયા છે. ઉત્તર પ્રદેશમાં 2766 દર્દી અને કર્ણાટકરમાં 651 કેસ છે. ચંદીગઢમાં કોરોના વાયરસથી સંક્રમિત 102 લોકો વિશે માલુમ પડ્યુ છે જ્યારે 41 કેસોની પુષ્ટિ લદ્દાખમાં થઈ છે. પૂર્વોત્તરમાં મિઝોરમમાં 1, મણિપુર 2 અને મેઘાલયમાં 12 કેસોની પુષ્ટિ થઈ છે. જ્યારે અસમમમાં 43 કેસોની પુષ્ટિ થઈ છે.

આ પણ વાંચોઃ અમેરિકામાં ઘટ્યો મૃત્યુ આંક, કોરોનાથી 24 કલાકમાં 1000ના મોતઆ પણ વાંચોઃ અમેરિકામાં ઘટ્યો મૃત્યુ આંક, કોરોનાથી 24 કલાકમાં 1000ના મોત

English summary
health ministry says total number of covid19 positive cases in india rises to 46433
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X