For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો 8 લાખને પાર, 24 કલાકમાં મળ્યા રેકોર્ડ 27114 નવા કેસ

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના નવા કેસોમાં સતત સર્વાધિક વૃદ્ધિ જોવા મળી રહી છે.

|
Google Oneindia Gujarati News

દેશમાં કોરોના વાયરસ(કોવિડ-19)ના નવા કેસોમાં સતત સર્વાધિક વૃદ્ધિ જોવા મળી રહી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના લેટેસ્ટ આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 27,114 સર્વાધિક નવા કેસ સામે આવ્યા છે અને 519 દર્દીઓના મોત થયા છે. હવે કુલ પૉઝિટીવ કેસ 8,20,916 થઈ ગયા છે જેમાં 2,83,407 સક્રિય કેસ, 5,15,386 રિકવર/ડિસ્ચાર્જ/વિસ્થાપિત અને 22,123 મોત શામેલ છે.

ક્યાં કેટલા કેસ?

ક્યાં કેટલા કેસ?

દેશની રાજધાની દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં 2089 નવા પૉઝિટીવ કેસ મળ્યા છે, 2468 દર્દી રિકવર થયા છે અને 42 મોત નોંધાયા છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પૉઝિટીવ કેસોની કુલ સંખ્યા હવે વધીને 1,09,140 થઈ ગઈ છે. જેમાં 84,694 રિકવર થયા છે અને 3300 દર્દીઓના મોત થયા છે. હરિયાણામાં 565 નવા કેસ મળ્યા બાદ કુલ કેસ વધીને 19,934 થઈ ગયા છે. અત્યાર સુધી રાજ્યમાં 14,904 કોરોના દર્દી રિકવર થયા છે અને મૃતકોની સંખ્યા 290 છે.

હિમાચલમાં 31 નવા કેસ

હિમાચલમાં 31 નવા કેસ

હિમાચલ પ્રદેશ સરકારે જણાવ્યુ કે છેલ્લા 24 કલાકમાં 31 નવા કેસ મળ્યા બાદ કુલ કેસ વધીને 1171 થઈ ગયા છે જેમાં 275 સક્રિય છે. રાજ્યમાં 872 દર્દી રિકવર થયા છે જ્યારે મૃતકોની સંખ્યા્ 9 પર સ્થિર છે. બિહારમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 352 નવા કેસ મળ્યા બાદ કુલ કેસોની સંખ્યા 14,330 થઈ ગઈ છે. અહીં ભાગલપુરમાં સર્વાધિક 84 કેસ મળ્યા છે. ઉત્તરાખંડમાં 68 નવા કેસ મળ્યા બાદ કુલ કેસોની સંખ્યા વધીને 3373 થઈ ગઈ છે. અહીં સૌથી વધુ કેસ 816 દહેરાદૂનમાં મળ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી આ વાયરસથી 2706 લોકો રિકવર થયા છે. આ ઉપરાંત મૃતકોનો આંકડો 46 ઉપર સ્થિર છે.

મહારાષ્ટ્રમાં સર્વાધિક 7862 નવા કેસ

મહારાષ્ટ્રમાં સર્વાધિક 7862 નવા કેસ

મહારાષ્ટ્રમાં કોરોનાના 7862 નવા કેસ સામે આવ્યા છે જે રાજ્યમાં એક દિવસમાં સામે આવતા અત્યાર સુધીનો સર્વાધિક આંકડો છે. રાજ્યમાં હવે કુલ કેસ વધીને થઈ ગયા છે જેમાં 95,647 સક્રિય કેસ છે જ્યારે એક દિવસમાં સંક્રમણના કારણે 226 દર્દીઓના મોત થયા છે. ત્યારબાદ મૃતકોની સંખ્યા વધીને 9893 થઈ ગઈ છે. અહીં સૌથી વધુ કેસ મુંબઈ શહેરથી સામે આવ્યા છે. મુંબઈમાં અત્યાર સુધી કુલ કેસોની સંખ્યા વધીને 90,461 થઈ ગઈ છે. પંજાબની વાત કરીએ તો અહીં 217 નવા કેસ મળ્યા છે ત્યારબાદ કુલ કેસ વધીને 7357 થઈ ગયા છે. શુક્રવારે રાજ્યમાં 4 દર્દીઓના મોત થયા છે જેનાથી મૃતકોનો આંકડો 187 સુધી પહોંચી ગયો છે. પંજાબમાં અત્યાર સુધી 5017 દર્દી રિકવર થયા છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં 316 નવા કેસ સામે આવ્યા છે જેનાથી કુલ કેસ વધીને 16,657 થઈ ગયા છે. અહીં મૃતકોની સંખ્યા વધીને 638 થઈ ગઈ છે. રાજ્યમાં વાયરસના સર્વાધિક કેસ 5087 ઈન્દોરથી મળ્યા છે.

WHOના ચીફે મુંબઈના ધારાવી મૉડલની પ્રશંસા કરી કહ્યુ - કોરોનાને કંટ્રોલ કરી શકાય છેWHOના ચીફે મુંબઈના ધારાવી મૉડલની પ્રશંસા કરી કહ્યુ - કોરોનાને કંટ્રોલ કરી શકાય છે

English summary
health ministry total number of coronavirus cases in india stands at 8,20,916
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X