For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Babri Case: અડવાણી, કલ્યાણસિંહ, ઉમા ભારતી સહિત અન્યને મુક્ત કરવા સામે આજે સુનાવણી

અયોધ્યા ઢાંચા વિધ્વંસ મામલે આજે ઈલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેચમાં 30 સપ્ટેમ્બર 2020ના ચુકાદાને પડકારતી રિવીઝન અરજી પર સુનાવણી છે.

|
Google Oneindia Gujarati News

Babri Mosque case: લખનઉઃ અયોધ્યા ઢાંચા વિધ્વંસ મામલે આજે ઈલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેચમાં 30 સપ્ટેમ્બર 2020ના ચુકાદાને પડકારતી રિવીઝન અરજી પર સુનાવણી છે. અરજી દાખલ કરીને પૂર્વ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, વિનય કટિયાર સહિત બધા 32 આરોપીઓને મુક્ત કરવાના સીબીઆઈની વિશેષ અદાલતના ચૂકાદાને ખોટો અને તથ્યોને વિરોધાભાસી ગણવામાં આવ્યા છે. આ અરજી પર સુનાવણી જસ્ટીસ રાકેશ શ્રીવાસ્તવની પીઠ કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ અરજી અયોધ્યા નિવાસી હાજી મહેબૂબ અહેમદ અને સૈયદ અખલાક અહેમદે દાખલ કરી છે. આ લોકો વિવાદિત ઢાંચા વિધ્વંસની ઘટનાની પીડિત પણ છે.

babri

સીબીઆઈની વિશેષ અદાલતે 28 વર્ષ બાદ પોતાનો ચુકાદો સંભળાવ્યો

તમને જણાવી દઈએ કે 6 ડિસેમ્બર 1992એ અયોધ્યામાં બાબરી મસ્જિદ પાડવા અંગે સંબંધિત કેસમાં 30 સપ્ટેમ્બર 2020એ સીબીઆઈની વિશેષ અદાલતે 28 વર્ષ બાદ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. અદાલતે પૂર્વ ઉપ પ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાણી, ભાજપના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી મનોહર જોશી, યુપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ, એમપીના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી, ભાજપના સીનિયર નેતા વિનય કટિયાર સહિત કુલ 32 આરોપીઓને મુક્ત કરી દીધા હતા.

ઘટના પૂર્વનિયોજિત નહોતીઃ સીબીઆઈની વિશેષ અદાલત

અધિક જિલ્લા તેમજ સત્ર ન્યાયાધીશ એસ કે યાદવે ચુકાદો સંભળાવીને કહ્યુ હતુ કે ઘટના પૂર્વનિયોજિત નહોતી. કોર્ટે કહ્યુ હતુ કે 6 ડિસેમ્બર, 1992ની ઘટન સ્વતઃ સ્ફૂર્ત હતી અને તેમાં ષડયંત્રનો કોઈ પુરાવા મળ્યા નથી. સીબીઆઈએ જે વીડિયો દાખલ કર્યો હતો તેને કોર્ટે ટેમ્પર્ડ માન્યો. કોર્ટે કહ્યુ હતુ કે વીડિયોને સીલબંધ કવરમાં જમા કરવામાં આવ્યો નહોતો. કોર્ટે સીબીઆઈ તરફથી જમા કરાયેલા બધા વીડિયો રેકોર્ડિંગ્ઝને સાક્ષી માનવાનો ઈનકાર કરી દીધો હતો.

અદાલતના ચૂકાદા પર ભડક્યા હતા ઓવેસી

સીબીઆઈની વિશેષ અદાલતના ચુકાદાને લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ અને ઉમા ભારતીએ ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે આનાથી દેશની ન્યાય વ્યવસ્થામાં ભરોસો વધુ મજબૂત થયો છે. પક્ષની દલીલો સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવી છે જેના વિશે તે પહેલા પણ કહેતા હતા. સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજિત નહિ. જ્યારે ઑલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓેવેસીએ બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં બધા આરોપીઓને મુક્ત કરવાના ચુકાદાની કડક ટીકા કરી હતી. તેમણે આ ચુકાદાને ભારતીય ન્યાયપાલિકા માટે કાળો દિવસ ગણાવીને કહ્યુ હતુ કે આ ન્યાયનો કેસ છે માટે બાબરી ઢાંચાને તોડી પાડવા માટે જવાબદાર લોકોને દોષી ગણવા જોઈએ.

વિજય રૂપાણી સરકારે ગુજરાતની પર્યટન નીતિ 2021-25 જાહેર કરીવિજય રૂપાણી સરકારે ગુજરાતની પર્યટન નીતિ 2021-25 જાહેર કરી

English summary
Hearing of a revision petition filed against the acquittal of all 32 accused, including LK Advani, Kalyan Singh and uma bharti in Allahabad high court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X