Rahul Gandhi Defamation case : સુપ્રિમ કોર્ટમાં રાહુલ ગાંધી માનહાનિ કેસની સુનાવણી, ગુજરાત સરકારને ફટકારી નોટિસ

Rahul Gandhi Defamation case : સુપ્રિમ કોર્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટના આદેશને પડકારતની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અરજી પર ગુજરાત સરકાર અને અન્યોને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં અપરાધિક માનહાનિ મામલે તેમની સજા પર રોક લગાવવાનો ઇન્કાર કર્યો હતો. આ મામલે સુરત અદાલતે મોદી સરનેમ નિવેદન પર રાહુલ ગાંધીની બે વર્ષ જેલની સજા સંભળાંવી હતી.

આ કેસની સુનાવણી 4 ઓગસ્ટના રોજ થશે. રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક સંઘવીએ 18 જુલાઈના રોજ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો અને અરજીની તાકીદે સુનાવણીની માંગ કરી હતી, જેના પગલે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેચ અરજી સાંભળવા સહમત થઈ હતી.

Rahul Gandhi Defamation case

રાહુલ ગાંધીએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે, જો 7 જુલાઈના આદેશ પર રોક લગાવવામાં નહીં આવે, તો તે સ્વતંત્ર ભાષણ, મુક્ત અભિવ્યક્તિ, મુક્ત વિચાર અને મુક્ત અભિવ્યક્તિ નો ગૂંગળામણ કરશે.

રાહુલ ગાંધીએ 13 એપ્રિલ, 2019 ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલી દરમિયાન ટિપ્પણી કરી હતી કે, બધા ચોરોની સરનેમ મોદી

કેમ છે? વર્ષ 2019માં આ ટિપ્પણીને લઈને ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા ગાંધી વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીએ તેમની અરજીમાં જણાવ્યું હતું કે, જો હાઈકોર્ટના ચુકાદા પર સ્ટે નહીં મૂકવામાં આવે, તો તે વ્યવસ્થિત રીતે, વારંવાર લોકતાંત્રિક સંસ્થાઓને નબળી પાડશે અને લોકશાહીનું ગૂંગળામણમાં પરિણમશે, જે ભારતના રાજકીય વાતાવરણ અને ભવિષ્ય માટે ગંભીર રીતે હાનિકારક હશે. તેમણે જણાવ્યું હતું કે, અપરાધિક માનહાનિના આ કેસમાં બે વર્ષની મહત્તમ સજા અણધારી રીતે આપવામાં આવી છે, જે પોતાનામાં જ દુર્લભ છે.

આ કેસમાં 23 માર્ચના રોજ સુરતની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 499 અને 500 (ગુનાહિત માનહાનિ) હેઠળ દોષિત ઠેરવ્યા હતા અને તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. આ કેસના ચુકાદા બાદ, ગાંધીને લોક પ્રતિનિધિત્વ અધિનિયમની જોગવાઈઓ હેઠળ સંસદના સભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી કેરળના વાયનાડથી 2019માં લોકસભામાં ચૂંટાયા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X