J&Kને વિશેષાધિકાર આપતા આર્ટિકલ 35A પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

જમ્મુ અને કાશ્મીરના સૌથી વિવાદિત આર્ટિકલ 35એ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે, અહીં જાણો શું છે 35એ.

જમ્મુ અને કાશ્મીરને વિશેષાધિકાર આપતા અનુચ્છેદ 35-Aને વૈધાનિક પડકાર આપતી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મુખ્ય મામલાની સુનાવણી 27 ઓગસ્ટે કરવાનું નક્કી કર્યું હતું, જ્યાં કોર્ટે નિર્ણય લીધો હતો કે આ મામલાને સંવિધાન ખંડપીઠને મોકલવામાં આવે કે નહીં. ત્યારે રાજ્ય સરકારે સ્થાનિક અને પંચાયતની ચૂંટણીનો હવાલો આપતાં સુનાવણી ટાળવા માટે અરજી કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે ચૂંટણી પહેલાં આ મામલે સુનાવણી કરવામાં ન આવે. આ પણ વાંચો- સુપ્રિમ કોર્ટમાં જમ્મુ કાશ્મીરમાં લાગુ કલમ 35એ પર સુનાવણી 27 ઓગસ્ટ બાદ

આજે સુનાવણી હાથ ધરાશે

આજે સુનાવણી હાથ ધરાશે

સુપ્રીમ કોર્ટમાં દાખલ ત્રણ અરજીમાં અનુચ્છેદ 35-એને કારણી અહીં વિવિધ વર્ગો સાથે થઈ રહેલા ભેદભાવનો આરોપ લગાવવામાં આવ્યો છે અને તેને નિરસ્ત કરવાની માંગણી કરવામાં આવી છે. આમતો, કાશ્મીર ઘાટીમાં કોઈપણ અનુચ્છેદ 35એની સંવૈધાનિક દલીલોના આધાર પર વિવાદ માટે તૈયાર નથી. ધમકીઓ મળવાનું પણ શરૂ થઈ ગયું છે. અલગાવવાદી સંગઠન હુર્રિયત કોન્ફ્રેન્સ પહેલે જ 35-એને લઈને ક્રુર થવાની ધમકી આપી ચૂક્યું છે. હુર્રિયત નેતાઓએ તેના વિરોધમાં પાંચ અને 6 ઓગસ્ટના રોજ ઘાટીમાં બંધ બોલાવ્યો હતો. એટલું જ નહીં, કેટલાય સંગઠનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યાં હતાં.

શું છે અનુચ્છેદ 35એ

શું છે અનુચ્છેદ 35એ

અનુચ્છેદ 35એ અંતર્ગત જમ્મૂ-કાશ્મીર સરકાર અને અહીંના વિધાનસભાને સ્થાયી નિવાસીની વ્યાખ્યા કરવાનો અધિકાર મળી જાય છે. રાજ્ય સરકારને અધિકાર મળી જાય છે કે આઝાદી સમયે બીજી જગ્યાએથી આવેલા શરણાર્થિઓ અને અન્ય ભારતીય નાગરિકોને જમ્મૂ-કાશ્મીરમાં કોઈ સાનૂકુળતા આપવી કે નહીં. 14મે 1954ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના આદેશ પર આ કાયદો લાગુ કરવામાં આવ્યો હતો. આ આદેશખ દ્વારા ભારતના સંવિધાનમાં નવો અનુચ્છેદ 35એ જોડી દેવામાં આવ્યો હતો.

સુનાવણી

સુનાવણી

35એ વિરુદ્ધ દાખલ અરજી પર હજુ સુધી સુનાવણી શરૂ નથી થઈ શકી. ગયા વર્ષે ઓગસ્ટમાં પણ રાજ્યની મહેબૂબા મુફ્તી સરકારે કાયદદા-વ્યવસ્થાનો હવાલો આપતા સુનાવણી ટાળવાનો આગ્રહ કર્યો હતો. જે બાદ આ વર્ષે શરૂઆતમાં કેન્દ્ર સરકારે સુનાવણી ટાળવાનો આગ્રહ કર્યો હતો. એકવાર ફરી રાજ્ય સરકારે પંચાયતી ચૂંટણી અને સ્થાનિક ચૂંટણીનો હવાલો આપતાં સુનાવણી ટાળવાનો આગ્રહ કર્યો છે.

શું કહે છે સંવિધાન

શું કહે છે સંવિધાન

જણાવી દઈએ કે 1956માં જમ્મુ અને કાશ્મીરનું સંવિધાન બનાવવામાં આવ્યું હતું. જેમાં સ્થાયી નાગરિકતાને પરિભાષિત કરવામાં આવી. આ સંવિધાન મુજબ સ્થાયી નાગરિક તે વ્યક્તિ છે જે 14મે 1954ના રોજ રાજ્યના નાગરિકો રહ્યા હોય અથવા તો તેની પહેલા 10 વર્ષથી રાજ્યમાં રહી રહ્યા હોય સાથે જ જેમણે ત્યાં સંપત્તિ હોય.

આ કારણે થઈ રહ્યો છે વિરોધ

આ કારણે થઈ રહ્યો છે વિરોધ

આ ઉપરાંત અનુચ્છેદ 35એ, કલમ 370નો જ ભાગ છે. આ કલમને કારણે કોઈપણ બીજા રાજ્યનો નાગરિક જમ્મૂ-કાશ્મીરમાં જમીન કે સંપત્તિ ન ખરીદી શકે અને ત્યાંનો સ્થાયી નાગરિક બનીને પણ ન રહી શકે. મહિલાઓએ પણ આ અનુચ્છેદને ભેદભાવ કરનાર ગણાવ્યો છે.

લિંગ આધારિત ભેદભાવનો આરોપ

લિંગ આધારિત ભેદભાવનો આરોપ

કાશ્મીરી પંડિત મહિલાઓએ પણ એક અરજી કરી હતી જેમાં લિંગ આધારિત ભેદભાવનો આરોપ લગાવતા અનુચ્છેદ 35એને રદ કરવાની માંગણી કરવામાં આવી છે. મહિલાઓનું કહેવું છે કે જમ્મૂ અને કાશ્મીરમાં પેદા થવા છતાં જો તેઓ બહારના રાજ્યના પુરુષ સાથે લગ્ન કરી લે તો તેમનો કાશ્મીરમાં સંપત્તિ ખરીદવાનો કે માલિકીની જમીન બાળકોને આપવાનો હક ગુમાવી બેસે છે. બહારના રાજ્યના પુરુષો સાથે લગ્ન કરવાથી તેમની રાજ્યની સ્થાયી નાગરિકતા ખતમ થઈ જાય છે જ્યારે પુરુષો સાથે તેવું નથી થતું. આવી રીતે આ કાયદો જમ્મૂ-કાશ્મીરની મહિલાઓ સાથે લિંગ આધારિત ભેદભાવ કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X