For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુપ્રિમ કોર્ટમાં જમ્મુ કાશ્મીરમાં લાગુ કલમ 35એ પર સુનાવણી 27 ઓગસ્ટ બાદ

સુપ્રિમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાં લાગુ કલમ 35એ પર સુનાવણી ટાળી દીધી છે. આ મામલે આગામી સુનાવણી હવે 27 ઓગસ્ટ બાદ થશે.

|
Google Oneindia Gujarati News

સુપ્રિમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાં લાગુ કલમ 35એ પર સુનાવણી ટાળી દીધી છે. આ મામલે આગામી સુનાવણી હવે 27 ઓગસ્ટ બાદ થશે. આ કલમ બાદ જમ્મુ કાશ્મીરને એક વિશેષ રાજ્યનો દરજ્જો મળે છે. સુપ્રિમ કોર્ટમાં આ કલમને પડકારતી એક પીઆઈએલ એક એનજીઓ 'વી ધ સિટીઝન્સ' તરફથી દાખલ કરવામાં આવી હતી. આ પીઆઈએલમાં આ કલમને રાજ્યમાંથી હટાવવાની માંગ કરવામાં આવી છે. રવિવારે પણ ઘાટીમાં આ કલમના કારણે હડતાળની સ્થિતિ હતી. આ હડતાળની અસર અમરનાથ યાત્રા પણ પડી હતી.

supreme court

રાજ્ય અને નાગરિકોને મળે છે ખાસ દરજ્જો

જમ્મુ કાશ્મીરમાં લાગુ આ કલમ અહીં રહેતા નાગરિકો અને રાજ્યને ખાસ દરજ્જો આપે છે. આ કલમ હેઠળ અહીંના નાગરિકોને ખાસ અધિકાર મળેલા છે. આ કલમના કારણે જમ્મુ કાશ્મીરમાં બીજા રાજ્યોમાંથી આવતા લોકો અહીં અચળ સંપત્તિ ખરીદી શકતા નથી. આ ઉપરાંત એવી મહિલાઓ જેમણે બીજા રાજ્યના કોઈ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હોય તેમને પણ સંપત્તિમાં કોઈ હક આપવામાં આવતો નથી. રાજ્યની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ચેતવણી આપી હતી કે રાજ્યની વર્તમાન સ્થિતિ સાથે છેડછાડ કર્યા બાદ સમગ્ર દેશને વિનાશકારી પરિણામ ભોગવવા પડી શકે છે. કલમ 35એ રાષ્ટ્રપતિના આદેશ બાદ બંધારણમાં શામેલ કરવામાં આવી હતી.

વળી, બીજી તરફ જમ્મુ કાશ્મીર પોલિસના ડીજીપી એસપી વૈદે તે રિપોર્ટનો ઈનકાર કર્યો છે કે રાજ્યમાં હિંસા અને અશાંતિની સ્થિતિ થઈ શકે છે. તેમણે જણાવ્યુ કે ઘાટીમાં બધા સંવેદનશીલ વિસ્તારોમાં પેરામિલિટરી ફોર્સ તૈનાત કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી તરફથી છેલ્લા કેટલાક દિવસોથી આ કલમના પક્ષમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. સુપ્રિમ કોર્ટમાં એક પક્ષ તરફથી આ યાચિકાની ખારિજ કરવાની પણ માંગ કરવામાં આવી છે. આ પક્ષનું કહેવુ છે કે રાજ્યમાં હાલમાં પંચાયત, શહેરી એકમો અને નગરપાલિકની ચૂંટણી થવાની છે જેનું ધ્યાન રાખવામાં આવે.

English summary
Article 35A: Supreme Court adjourns hearing hearing to commence after August 27 now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X