For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાથરસઃ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, યોગી સરકારે જણાવી અંતિમ સંસ્કારથી લઈને હુલ્લડ સુધીની વાત

ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષની દલિત કિશોરી સાથે થયેલ ગેંગરેપ અને મોત કેસ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષની દલિત કિશોરી સાથે થયેલ ગેંગરેપ અને મોત કેસ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ કેસમાં સીબીઆઈ અને એસઆઈટી પાસે તપાસ કરાવવાની માંગ માટે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ રહી છે. અરજીકર્તાઓની માંગ છે કે હાથરસ કાંડની તપાસ સીબીઆઈ અને એસઆટી કરે અને આ સાથે જ આ આખી તપાસ રિટાયર જજના નિરીક્ષણ હેઠળ થાય. વળી, તેમની એ પણ માંગ છે કે કેસની આખી ટ્રાયલ ઉત્તર પ્રદેશના બદલે દિલ્લીમાં કરવામાં આવે. ઉત્તર પ્રદેશની યોગી સરકારે સુપ્રીમ કોર્ટમાં હાથરસ કેસમાં સોગંદનામુ દાખલ કર્યુ છે જેમાં તેમણે પીડિતાના મોડી રાતે અંતિમ સંસ્કારથી લઈને હુલ્લડ સુધીની વાત જણાવી છે.

આ કારણે મોડી રાતે થયા અંતિમ સંસ્કારઃ યુપી સરકાર

આ કારણે મોડી રાતે થયા અંતિમ સંસ્કારઃ યુપી સરકાર

ઉત્તર પ્રદેશ સરકારે હાથરસની ઘટના અંગે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ દાખલ કર્યુ છે જેમાં કહેવામાં આવ્યુ કે કોર્ટે કેસની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ માટે સીબીઆઈ તપાસના નિર્દેશ આપવા જોઈએ. સોગંદનામામાં કહેવામાં આવ્યુ છે કે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસનુ નિરીક્ષણ રાખવુ જોઈએ. મોડી રાતે અંતિમ સંસ્કાર કરવા પર યુપી સરકારે કહ્યુ કે સાંપ્રદાયિક હુલ્લડોથી બચવા માટે આમ કરવામાં આવ્યુ. જિલ્લા પ્રશાસને મૃતકના માતાપિતાને 29 સપ્ટેમ્બર 2020ની રાતે મોટાપાયે હિંસાથી બચવા માટે રાતે જ અંતિમ સંસ્કાર કરવા માટે મનાવી લીધા હતા.

ન્યાયની આડમાં સાંપ્રદાયિક હિંસા કરાવવાનુ ષડયંત્ર

ન્યાયની આડમાં સાંપ્રદાયિક હિંસા કરાવવાનુ ષડયંત્ર

યુપી સરકારે સુપ્રીમ કોર્ટને સોગંદનામામાં જણાવ્યુ કે પીડિતાના અંતિમ સંસ્કાર જો સવારે થાત તો ત્યાં લાખોની સંખ્યામાં પ્રદર્શનકારી જમા થઈ જતા. ખુફિયા વિભાગે અમને ઈનપુટ આપ્યા હતા. માટે જાતિ કે સાંપ્રદાયિક હુલ્લડોથી બચવા માટે પીડિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. કોર્ટમાં સરકારે જણાવ્યુ કે આ સમગ્ર કેસમાં ન્યાયની આડમાં અમુક લોકો સાંપ્રદાયિક હિંસા કરાવવા માંગે છે.

કોણે કરી છે હાથરસ કેસમાં સુપ્રીમ કોર્ટમાં અરજી

કોણે કરી છે હાથરસ કેસમાં સુપ્રીમ કોર્ટમાં અરજી

ઉત્તર પ્રદેશના હાથરસ ગેંગરેપ અને મોત કેસમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દિલ્લી નિવાસી સામાજિક કાર્યકર્તા સત્યમ દૂબે અને બે વકીલો વિશાલ ઠાકરે અને રુદ્ર પ્રતાપ યાદવે કરી છે. અરજીમાં તેમણે કહ્યુ છે કે યુપીમાં કેસની તપાસ અને ટ્રાયલ નિષ્પક્ષ નહિ થઈ શકે માટે ટ્રાયલ દિલ્લીમાં થવી જોઈએ. પીડિતા અને તેના પરિવાર સાથે અન્યાય થયો છે કારણકે તેના અંતિમ સંસ્કાર પણ પરિવારની મંજૂરી વિના કરવામાં આવ્યા હતા. મૃતકના પરિવારના સભ્યોની મંજૂરી વિના પોલિસકર્મીઓએ અંતિમ સંસ્કાર કર્યા. પોલિસ અધિકારીઓએઓ પીડિતો પ્રત્યે પોતાની ફરજોનુ પાલન કર્યુ નથી.

સિંઘમ ફેમ કાજલ અગ્રવાલ બનશે દુલ્હન, લૉકડાઉન બાદ સૌથી મોટા લગ્ન!સિંઘમ ફેમ કાજલ અગ્રવાલ બનશે દુલ્હન, લૉકડાઉન બાદ સૌથી મોટા લગ્ન!

English summary
Hearing on Hathras in SC, Yogi Sarkar told the whole incident.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X