For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂખથી દમ તોડી ચૂકેલી માને આ રીતે જગાડતો રહ્યો માસુમ, જુઓ Video

છેલ્લા ઘણા દિવસોથી આવા સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ આજે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વીડિયોએ લોકોને હચમચાવી દીધા છે.

|
Google Oneindia Gujarati News

લૉકડાઉનમાં મજૂરોની હાલત કોઈનાથી છૂપી નથી. કામધંધા ઠપ્પ થયા બાદ પલાયન કરવા માટે મજબૂર મજૂરો હજુ પણ પોતાના ઘરે પહોંચી શક્યા નથી. કોઈ 10 દિવસથી પગપાળા જઈ રહ્યુ છે તો કોઈ સાયકલ ચલાવીને જઈ રહ્યુ છે. ભૂખ-તરસથી સેંકડો-હજારો કિલોમીટર દૂરની સફર અને હવે ગરમીનો કહેર. સ્થિતિ એ થઈ ગઈ છે કે મજૂર હવે ગરમી અને તડકાના કારણે દમ તોડી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી આવા સમાચાર સામે આવી રહ્યા છે પરંતુ આજે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ એક વીડિયોએ લોકોને હચમચાવી દીધા છે.

મરી ચૂકેલી માને જગાડવાની કોશિશ કરી રહ્યો માસુમ

મરી ચૂકેલી માને જગાડવાની કોશિશ કરી રહ્યો માસુમ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ આ વીડિયો બિહારના મુઝફ્ફરપુરનો બતાવવામાં આવી રહ્યો છે. આ વીડિયો એક રેલવે સ્ટેશનનો છે જ્યાં એક માસુમ બાળક જમીન પર સૂઈ પોતાની મા સાથે રમી રહ્યુ છે, તેને જગાડવાની કોશિશ કરી રહ્યુ છે પરંતુ તેને ખબર નથી કે હવે મા હંમેશા માટે સૂઈ ચૂકી છે. બાળક પોતાની માના શરીર પડેલી ચાદરને હટાવવાની કોશિશ કરે છે કે કદાચ તેની મા ઉઠી જાય અને તેને પોતાના ખોળામાં લઈ લે પરંતુ અફસોસ કે આવુ નથી થતુ. તેને ખબર નથી કે મા જે ચાદર ઓઢીને સૂતી છે તે હવે તેનુ કફન બની ચૂક્યુ છે.

ભીષણ ગરમીમાં ચાર દિવસથી ભૂખી મહિલાનુ મોત

ભીષણ ગરમીમાં ચાર દિવસથી ભૂખી મહિલાનુ મોત

સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયો સાથે એ દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ભીષણ ગરમીમાં ચાર દિવસથી ટ્રેનમાં ભૂખી મહિલાનુ મોત થઈ ગયુ છે. માના પતિના હવાલાથી કહેવામાં આવી રહ્યુ છે કે ગુજરાતથી શરૂ થયેલ 4 દિવસાી લાંબા સફરે તેની પત્નીનો જીવ લઈ લીધો. તેણે કટિહાર જવાનુ હતુ. આ તરફ એક મુંબઈથી એક દર્દનાક કહાની સામે આવી છે. અહીં પોતાના ગામ જવા માટે એક મહિલા તડકામાં કલાકો સુધી ઉભી રહી. ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ અને છેવટે તડકામાં તેની તબિયત ખરાબ થઈ ગઈ. હોસ્પિટલ લઈ જતા ડૉક્ટરે તેને મૃત ઘોષિત કરી દીધી.

કોરોના સંકટ વચ્ચે અક્ષય કુમારે લોકોના ખાતામાં મોકલ્યા 3000 રૂપિયાકોરોના સંકટ વચ્ચે અક્ષય કુમારે લોકોના ખાતામાં મોકલ્યા 3000 રૂપિયા

મુંબઈમાં ટ્રેનની રાહમાં મહિલાએ તડકામાં દમ તોડ્યો

મુંબઈમાં ટ્રેનની રાહમાં મહિલાએ તડકામાં દમ તોડ્યો

વાસ્તવમાં, નાલાસોપારામાં રહેતી વિદ્યોત્તમા શુક્લા(57) ઉત્તર પ્રદેશના જોનપુર જવા માટે વિદ્યોત્તમા સવારે જ પોતાના ઘરેથી નીકળી હતી. મુંબઈના વસઈ પશ્ચિમ વિસ્તારના સનસિટી ગ્રાઉન્ડમાં તે તડકામાં બેઠી હતી. તે ઘણી વાર સુધી રાહમાં હતી કે ટ્રેન આવે અને પોતાના ગામ માટે તે રવાના થઈ શકે. ઘણા કલાકો સુધી તડકામાં તે ગામ જવા માટે ટ્રેનની રાહ જોઈ રહી હતી. સવારથી બપોર થઈ ગઈ પરંતુ ટ્રેનના કોઈ સમાચાર નહોતો. બપોરે 2 વાગે અચાનક તે ચક્કર ખઈને બેભાન થઈ ગઈ. પોલિસે ત્યારબાદ ઘટના સ્થળે હાજર લોકોની મદદથી તેને નજીકની હોસ્પટલમાં ભરતી કરવામાં આવી. અહીં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધી.

English summary
heart wrenching video of migrants son who trying to wake up dead mother
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X