Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભીષણ ગરમીથી શેકાયુ ભારત, ચુરુમાં પારો 48ને પાર, આજે અહીં થઈ શકે વરસાદ

હાલમાં સમગ્ર ભારત ગરમીની માર સહન કરી રહ્યુ છે. દેશનો લગભગ અડધો હિસ્સો પ્રચંડ લૂની ચપેટમાં છે.

હાલમાં સમગ્ર ભારત ગરમીની માર સહન કરી રહ્યુ છે. દેશનો લગભગ અડધો હિસ્સો પ્રચંડ લૂની ચપેટમાં છે. હવામાન વિભાગે રાજસ્થાન અને વિદર્ભના અમુક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી છે, દિલ્લી-એનસીઆર, યુપી, પંજાબ, હરિયાણા માટે ઓરન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આગામી બે દિવસો સુધી અહીં લૂના થપેડા સાથે ગરમી ચરમ સીમાએ રહેશે. પશ્ચિમી રાજસ્થાનના ચુરુમાં તો પારો 48 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો જ્યારે જેસલમેરમાં ભારત-પાકિસ્તાન સીમા પાસે પણ પારો 50ના આંકડાને પાર કરી ચૂક્યો છે.

દિલ્લી-એનસીઆરમાં ઓરેન્જ એલર્ટ

દિલ્લી-એનસીઆરમાં ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગ મુજબ દેશના મોટાભાગના ભાગોમાં હીટ વેવ ચાલી રહી છે જેના કારણે અત્યાર સુધીમાં 30 લોકોના મોત થઈ ચૂક્યા છે. આવનારા બે-ત્રણ દિવસ સુધી પશ્ચિમી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તેલંગાના, ઉત્તરી કર્ણાટક, બિહાર, ઝારખંડ અને મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં હીટ વેવ ચાલુ રહેશે. હિમાચલ અને જમ્મુ-કાશ્મીર જેવા પહાડી રાજ્યમાં પણ આનાથી અળગા નથી.

વરસાદની સંભાવના નથી

વરસાદની સંભાવના નથી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સમગ્ર ઉત્તર ભારતમાં હાલમાં વરસાદની કોઈ સંભાવના નથી. પંજાબ, હરિયાણા, દિલ્લી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં તાપમાનમાં વધારો થઈ શકે છે. વળી, હવામાનની માહિતી આપનાર એજન્સી સ્કાઈમેટ મુજબ દિલ્લી અને એનસીઆરમાં દિવસ અને રાતના તાપમાનમાં વધારો થઈ શકે છે. આવતા અઠવાડિયા સુધી વરસાદના કોઈ અણસાર નથી.

અહીં થશે વરસાદ, ફૂંકાશે ઝડપી પવન

અહીં થશે વરસાદ, ફૂંકાશે ઝડપી પવન

જો કે દક્ષિણ ભારતના ઘણા શહેરોમાં આજે વરસાદ થઈ શકે છે. કર્ણાટકના બેંગલુરુમાં રવિવારે રાતે વરસાદ થયો છે અને આ દરમિયાન વિજળીના કડાકા પણ થયા. સોમવારે પણ દક્ષિણી આંતરિક ભાગોમાં અને તમિલનાડુ તેમજ પુડુચેરીના અમુક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. અહીં પવનની ગતિ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકના હિસાબે ચાલશે. આ ઉપરાંત તેલંગાનામાં પણ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકના હિસાબે પવન ફૂંકાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X