આગામી ત્રણ દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન, કેટલાય શહેરોમાં અલર્ટ
આગામી ત્રણ દિવસ આ રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન, કેટલાય શહેરોમાં અલર્ટ
નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસના અવસર પર ગુરુવારે સવારે જ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ થયો છે. બુધવારે રાતથી થયેલ વરસાદ ગુરુવારે વહેલી સવાર સુધી વરસતો રહ્યો. આગામી કેટલાય દિવસો સુધી દિલ્હીમાં ધીમી ધારે વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. દિલ્હી ઉપરાંત પણ દેશના કેટલાય ભાગોમાં આ અઠવાડિયે એટલે કે ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવારે ભારે વરસાદનું અનુમાન છે. કેટલાય શહેરોમાં હાઈ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ રાજ્યોમાં 15-16 ઓગસ્ટે વરસાદ
ગુરુવારે પૂર્વી રાજસ્થાનમાં ભારે વરસાદ થઈ શકે છે. પશ્ચિમી રાજસ્થાન, પશ્ચિમી મધ્ય પ્રદેશ, ગુજરાત, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ એન્ડ દિલ્હી, કોંકળ અને ગોવા, કોસ્ટલ કર્ણાટક અને કેરળ એન્ડ માહેમાં ભારે વરસાદની સંભાવના છે. 16 ઓગસ્ટે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણઆ, ચંદીગઢ અને દિલ્હી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, કોંકણ અને ગોવા, કોસ્ટ કર્ણાટક, દક્ષિણ કર્ણાટકના આંતરિક ભાગો અને કેરળમાં ભારે વરસાદ થઈ શકે છે.
17-18 ઓગસ્ટે મોસમ
હવામાન વિભાગે 17 ઓગસ્ટે ઉત્તરાખંડ અને હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં ભારે વરસાદનું અનુમાન જતાવવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ, પંજાબ, પૂર્વી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ભારે વરસાદ થઈ શકે છે. 18 ઓગસ્ટે એટલે કે રવિવારે અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદ થવાનું અલર્ટ છે. પંજાબ, ઉત્તરી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, આસામ એન્ડ મેઘાલય અને નાગાલેન્ડ, મણિપુર, મિજોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદનું અનુમાન છે.
પૂર પ્રભાવિત કેરળમાં ભારે વરસાદનું અનુમાન
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 48 કલાકમાં કેરળના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. જણાવી દઈએ કે કેરળના કેટલાય ભાગો પૂરથી અસરગ્રસ્ત થયા છે. મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદ થઈ શકે છે.