For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Big Alert: અમદાવાદમાં મોડી રાતે વાવાઝોડા સાથે વરસાદ, આજે આ સ્થળોએ ભારે વરસાદની સંભાવના

ગુજરાતના અમદાવાદમાં મોડી રાતે વીજળીના કડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળમાં લો પ્રેશરના કારણે ગુજરાત તરફ ચોમાસુ આગળ વધી રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના અમદાવાદમાં મોડી રાતે વીજળીના કડાકા અને ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળમાં લો પ્રેશરના કારણે ગુજરાત તરફ ચોમાસુ આગળ વધી રહ્યુ છે. જેના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી છે. આજે પણ બપોર પછી દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ કેબિનેટની મહત્વની બેઠક આજે, NIAને વધુ શક્તિશાળી બનાવવાની કોશિશઆ પણ વાંચોઃ કેબિનેટની મહત્વની બેઠક આજે, NIAને વધુ શક્તિશાળી બનાવવાની કોશિશ

આંધી સાથે વરસાદની સંભાવના

આંધી સાથે વરસાદની સંભાવના

ભીષણ ગરમીથી ત્રસ્ત દિલ્લી અને એનસીઆરના લોકો માટે પણ રાહતના સમાચાર છે. રાજધાની સહિત આસપાસના વિસ્તારોમાં આજથી લઈને 25 તારીખ સુધી વરસાદ આવવાની સંભાવના છે. હવામાનની માહિતી આપતી સંસ્થા સ્કાઈમેટે દિલ્લી-એનસીઆરમાં આગામી અમુક કલાકોમાં આંધી તોફાન સાથે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. વળી, ભારતીય હવામાન વિભાગે બુધવારે માત્ર વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. સ્કાઈમેટે દિલ્લી-એનસીઆર સાથે સાથે રાજસ્થાન અને ઝારખંડના પણ ઘણા વિસ્તારોમાં આંધી સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

ઘણા રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ

ઘણા રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ

ગરમીથી ઉકળી રહેલા ઉત્તર ભારતને રવિવારે ત્યારે રાહત મળી જ્યારે બપોર બાદ ઘણા રાજ્યોમાં વરસાદ પડ્યો. આ વરસાદે લોકોના ચહેરા પર ખુશી લાવી દીધી. હવામાન વિભાગનું અનુમાન છે કે 24 જૂનથી મોનસુન મધ્ય પ્રદેશમાં પ્રવેશ કરી દેશે અને આ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થશે. હવામાન વિભાગનું કહેવુ છે કે બંગાળની ખાડીથી આગળ વધેલા મોનસુને કાલે બપોર સુધી પેંડ્રામાં ઉપસ્થિતિ નોંધાવી દીધી હતી અને આની ગતિ સામાન્ય છે જેની અપેક્ષા રાખવામાં આવી શકે કે મોનસુન આવવામાં હવે વધુ વિલંબ નથી.

30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે

30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે

આમ તો આ પહેલા હવામાન વિભાગે એમ પણ કહ્યુ હતુ કે આજથી લઈને આગામી ચાર દિવસો સુધી દેશની રાજધાની દિલ્લી-એનસીઆરમાં વરસાદ થવાના અણસાર છે જેનાથી તાપમાનમાં ઘટાડો આવશે. વિભાગનું અનુમાન છે કે સોમવારે 30-40 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

એમપી, યુપી, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, કેરળ અને ગોવા...

એમપી, યુપી, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, કેરળ અને ગોવા...

રવિવારે એમપી, યુપી, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, કેરળ અને ગોવામાં વરસાદ થયો. કર્ણાટક અને ગુજરાતમાં વરસાદ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઉત્તર પશ્વિમ રાજસ્થાનના ટ્રફ લાઈન બંગાળની ખાડી તરફ ઝડપથી આગળ વધી રહ્યુ છે એટલા માટે આજે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને બંગાળમાં વરસાદ થવાની સંભાવના છે. વળી, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ અને ઝડપી પવન ફૂંકાવાની સંભાવના છે. દિલ્લીમાં ભીષણ ગરમી માટે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણ માનવામાં આવી રહ્યુ છે જેના પ્રભાવમાં અહીં ગરમ પવન ફૂંકાઈ રહ્યો છે. આરોગ્ય વિભાગે લોકોને પોતાની સંભાળ લેવા જણાવ્યુ છે.

English summary
heavy rain with lightening in ahmedabad sunday midninght, Skymet has predicted intense dust storm in Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X